નાગેશ્રી પાસે રસ્તાનાં ઠેકાણાં નથી અને ટોલનાકુ શરૂ થશે

  • ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવેનું કામ પુરૂ ન થયું ત્યાં
  • નાગેશ્રી-દુધાળા આસપાસનાં સ્થાનિક રહીશોમાં ભારે નારાજગીનું વાતાવરણ
  • નાગેશ્રી-દુધાળા હાઇવેમાં ઠેર-ઠેર ડાયવર્ઝન ઉભા છે તેવા સમયે ટોલનાકાનો વિરોધ

રાજુલા,
અમરેલી જિલ્લા માં રાજુલા જાફરાબાદ ને જોડતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે જોડતો છે અહીં વર્ષો થી રોડ ના કોઈ ઠેકાણા નથી તેવા સમયે ભાવનગર થી સોમનાથ સુધી અનેક ટોલનાકા આવે છે ત્યારે આવતી કાલે 5 તારીખ એ પ્રથમ અહીં નાગેશ્રી દુધાળા વચ્ચે આવેલ ટોલનાકું શરૂ થવા ની જાહેરાત થતા લોકો માં રોષ સાથે વિરોધ નો વંટોળ ઉભો થયો છે અહીં રોડ ના કામ પૂર્ણ નથી થયા ઠેર ઠેર ડ્રાયવજન ઉભા છે તેવા સમયે ટોલનાકું શરૂ થશે તો વધુ વિવાદ ઉભો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે સાથે સાથે હાલ માં સૌવ થી વધુ સ્થાનિક સરપંચો અને ખેડૂતો આ વિસ્તાર ના વધુ વિરોધ કરી રહ્યં છે આસપાસ ના ટ્રાન્પોર્ટર ટ્રક ચાલકો માં પણ વિરોધ નો માહોલ છે અહીં લોકો એકજ માંગણી કરી રહ્યા છે તાકીદે પહેલા રોડ નું કામ પૂરું કરો પછી ટોલટેક્સ ઉઘરાવો રાજુલા જાફરાબાદ તાલુકા ટ્રક એસોશ્યન પ્રમુખ કાળુભાઇ દ્વારા પણ આ ટોલટેક્ષ મામલે નારાજગી દર્શાવી છે અને ગઈ કાલે આ મામલે ટ્રક એસોશ્યન મંડળ ના સદસ્યો એકઠા થયા હતા.
જયારે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે માં 4 થી વધુ ટોલનાકા આવી રહ્યા છે ત્યારે ટીબી, હેમાળ, નાગેશ્રી, ચેલણા, કાગવદર, બાલાનીવાવ, મીઠાપુર, દુધાળા,સહીત મોટાભાગ ના ગામો ના સરપંચો સહીત ખેડૂતો વિરોધ કરી રહ્યં છે જયારે ચારનાળા થી ટીબી સુધી મોટાભાગ ના ડ્રાયવજન અને બ્રિજ પર ના અધૂરા કામો પડતા મુકાયા છે તે પહેલા પૂર્ણ કરવા લોકો માંગણી કરી રહ્યા છે તેવા સમયે ટોલટેક્ષ ઉઘરાવવા કેટલા યોગ્ય ? તેવા સવાલો ઉઠાવી રહ્યં છે આ મામલે સોશ્યલ મીડિયા પર પણ ધારદાર વિરોધ ઉભો થયો સાથે 4 દિવસ પહેલા અખબાર માં નોટિસ આપી જાહેરાત કરી ત્યારે રાજુલા જાફરાબાદ પંથક ના લોકો ને ખબર પડી હવે ટોલટેક્સ આપવો પડશે જયારે ચારનાળા હિંડોરણાગ, રાજુલા, વિકટર, દાતરડી,મહુવા,ભાવનગર સુધી રોડ ની અતિ ખરાબ હાલત છે ટીબી બાદ ઉના થી સોમનાથ સુધી પણ માર્ગ ખરાબ છે તેવા ટોલટેક્ષ ગેટ આસપાસ થોડા કિમિ માર્ગ સારો બનાવી ટોલટેક્ષ શરૂ કરવા ની તજવીધ હાથ ધરાય હતી જયારે સૂત્રો પાસે થી એવી પણ વિગતો મળી રહી છે રાજ્ય સરકાર દ્વારા આદેશો અપાયા હતા તાકીદે નાગેશ્રી ટોલટેક્ષ શરૂ કરી દેવો જેને લઇ ને કોન્ટ્રક્ટરો દ્વારા તાત્કાલિક કામ શરૂ કરી ટોલટેક્ષ ઉઘરાવવા માટે માણસો ઉભા કરી દીધા છે આવતી કલ થી અહીં વિવાદ વધુ ઊંચકે તેવી પુરી શક્યતા મનાય રહી છે