નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એપીએમ ટર્મિનલ્સ પિપાવાવનો કુલ ચોખ્ખો નફો 80 ટકા વધીને રૂ. 593 મિલિયન થયો

પિપાવાવ,
નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પશ્ચિમ ભારતમાં અગ્રણી ગેટવે પોર્ટ્સ પૈકીનું એક એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ (ગુજરાત પિપાપાવ પોર્ટ લિમિટેડ)નો સંગઠિત ચોખ્ખો નફો 80 ટકા વધીને રૂ. 593.4 મિલિયન થયો હતો, જે નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 327.7 મિલિયન હતો. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી આવક રૂ. 2081.3 મિલિયન થઈ હતી, જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 1,596.2 મિલિયન હતી. ત્રિમાસિક ગાળા માટે EBITDA રૂ. 1,132.3 મિલિયન હતી, જે ગયા વર્ષના સમાન ગાળા દરમિયાન રૂ. 879.3 મિલિયન હતી. નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં EBIDTA માર્જિન 54.4 ટકા હતું, જે નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 55.1 ટકા હતું.આ પરિણામો પર ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડના એમડી શ્રી જેકોબ ફ્રિસ સોરેન્સેને કહ્યું હતું કે, દુનિયાભરના અર્થતંત્રો ખુલી રહ્યાં છે અને વ્યવસાયો સામાન્ય થઈ રહ્યાં છે, જેની સાથે કાર્ગો વ્યવસાય આ ત્રિમાસિક ગાળામાં સારી કામગીરી તરફ દોરી ગયો છે. જોકે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનમાં ઘટાડો ચિંતાદાયક છે. હું અમારી ક્ષમતામાં વિશ્વાસ મૂકવા બદલ અમારા તમામ હિતધારકો અને ગ્રાહકોનો આભારી છું તથા અમે શક્ય શ્રેષ્ઠ સેવાઓ ઓફર કરવાનું જાળવી રાખીશું.ત્રિમાસિક ગાળામાં કન્ટેઇનર કાર્ગો વ્યવસાય 187,000 TEUs હતો, જે વાર્ષિક ધોરણે 24 ટકાની અને ત્રિમાસિક ધોરણે 14 ટકાની ઊંચી વૃદ્ધિ દર્શાવે છે. ડ્રાય બલ્કનું વોલ્યુમ 0.93 મિલિયન એમટી થયું હતું, જે વાર્ષિક ધોરણે 40.7 ટકા વધુ છે, લિક્વિડ વોલ્યુમ 0.20 મિલિયન એમટી છે, જે વાર્ષિક ધોરણે 46.3 ટકા વધુ છે. રોરો કેટેગરી અંતર્ગત 6,000 યુનિટનું સંચાલન થયું હતું, જે નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 2,000 યુનિટ હતું.