નાના પરમાણુ હથિયારો બનાવવામાં પાકિસ્તાનને ચીન કરી રહૃાું છે મદદ

ચીન પાકિસ્તાનને ટેક્ટિકલ ન્યુક્લિઅર હથિયાર બનાવવામાં મદદ કરવાની તૈયારી કરી રહૃાું છે જે નાના વિસ્તારોમાં તબાહી મચાવી શકે. ટેક્ટિકલ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ લશ્કરી બેઝ અથવા ફોર્મેશનની ઉપર ઉપયોગ કરી શકાય છે અને તેની અસર સીમિત વિસ્તારોમાં થાય છે. ભારતીય સેના પાસેથી પારંપરિક યુદ્ધમાં ખરાબ રીચે પછડાવાના ખતરાથી ડરી ગયેલ પાકિસ્તાન હવે ટેક્ટિકલ ન્યુક્લિઅર હથિયારો મેળવવા માંગે છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓને મળેલ માહિતી પ્રમાણે ચીન આંતરરાષ્ટ્રીય પરમાણુ કરારની વિરૂદ્ધ પાકિસ્તાનને પરમાણુ શસ્ત્રો બનાવવામાં પાકિસ્તાનને મદદ કરી રહૃાું છે. પાકિસ્તાનમાં ચશ્મા, ખુશાબ અને કરાચીમાં ન્યુક્લિઅર પાવર પ્રોજેક્ટ બનાવવામાં પણ ચીન મદદ કરી રહૃાું છે.
સુત્રોના મતે ચીની વૈજ્ઞનિકો પ્લુટોનિયમ પર આધારિત ટેક્ટિકલ પરમાણુ શસ્ત્રો બનાવવા માટે પાકિસ્તાનને તકનીકી આપવાની યોજના પર કામ કરી રહૃાા છે. પાકિસ્તાન પાસે ટૂંકાં અંતરની હત્ફ ૯ (નસ્ત્ર) મિસાઇલ છે, જેની ચીની વીશી રોકેટ સિસ્ટમની કોપી કરીને તૈયાર કરાઇ છે. નસ્ત્ર મિસાઇલ ૬૦ કિ.મી.ના અંતરથી પ્રહાર કરી શકે છે અને તેને મોબાઇલ લોન્ચર સિસ્ટમ દ્વારા ઝડપથી તૈનાત કરી શકાય છે. તે નક્કર બળતણ પર ચાલે છે તેથી તેને ખૂબ જ ટૂંકા સમયમાં લોન્ચ કરી શકે છે.
એવું માનવામાં આવે છે કે તેને ૨૦૧૩ માં પાકિસ્તાની આર્મીમાં સામેલ કરવામાં આવી છે. તેને એક મોટા સૈન્ય હુમલાને રોકવા માટે તે એક અસરકારક હથિયાર માનવામાં આવે છે અને તે સમજી શકાય છે કે હવે ભારત તરફથી મોટી કાર્યવાહીથી બચવા માટે ન્યુક્લિયર વોરહેડ્સ તૈનાત કરવાની તૈયારીમાં છે. પાકિસ્તાનની ન્યુક્લિઅર ડૉક્ટ્રીન એટલે કે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની નીતિમાં સતત ફેરફાર કરાયા છે.