નાના મુંજીયાસરના સરપંચ ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયા

જુનાગઢ, બગસરાના નાના મુંજીયાસરમાં સરપંચ મનસુખભાઇ બચુભાઇ કયાડા રૂા.3 લાખની લાંચ લેતા જુનાગઢ એસીબીએ છટકુ ગોઠવી પકડી પાડેલ છે આમ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર એક જાગૃત નાગરીક જે સીંગદાણના બિયારણનો વેપાર કરતો હોય જેની પાસેથી નાના મુંજીયાસર ગામના ખેડુતોએ બિયારણ ખરીદેલ તે બિયારણ ખરાબ નિકળતા ફરિયાદી જાગૃત નાગરીકને ખરાબ બિયારણ પેટે ખેડુતોને વળતર આપેલ તે બાબતની જાણ સરપંચને થતા સરપંચે ફરીયાદીનો ટેલીફોનીક સંપર્ક કરી રૂા.5 લાખની માંગણી કરી હતી તે રકઝકના અંતે રૂા.3 લાખ આપવાના નકકી થયેલ તે રકમ ફરિયાદી દ્વ્ારા સરપંચ મનસુખભાઇ બચુભાઇ કયાડાને આપવા માંગતા ન હોય ેતેથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા ફરિયાદને આધારે જુનાગઢ એસીબીએ ફરિયાદનું છટકુ ગોઠવી રૂા.3 લાખની ગેરકાયદેસર રીતે લાંચની માંગણી કરી સ્વીકારીને સ્થળ પર જ પકડાય ગયા હતા અને પોતાના સરપંચ તરીકેના હોદાનો દુરઉપયોગ કરી ગુન્હો કર્યા અંગે સરપંચ મનસુખભાઇને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરીમાં ટ્રેકીંગ અધિકાારી તરીકે જુનાગઢ એસીબી પીઆઇ પીબી ગઢવી અને ટીમે ફરજ બજાવી હતી એસીબીના મદદનીશ નિયામક બીએલ દેસાઇએ સુપરવાઇઝન અધિકારી તરીકે ફરજ બજાવી હતી.