નાની અને મોટી કુંડળ વચ્ચે બે છકડો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો

  • રોડ ઉપર રીક્ષા સાથે અથડાવી ગંભીર ઈજા કરી મોત નિપજાવ્યાની પોલીસ મથકમાં ફરિયાદ દાખલ

અમરેલી,
ગઢડા તાલુકાના નાની કું ડળ અને મોટી કુંડળ વચ્ચે બે છકડો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એક રીક્ષા ચાલકને માથામાં ગંભીર ઈજા થતા મોત નિપજાવી બીજો રીક્ષા ચાલક અકસ્માત સર્જી રીક્ષા મુકી નાસી ગયેલ.આ બનાવની ગઢડા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ નાની કુંડળ અને મોટી કુંડળ વચ્ચે ગોપાલ દેવસી ખોરાસીયા રહે. ભીમડાદ તા. ગઢડા વાળાએ પોતાની છકડો રીક્ષા જી.જે14 એકસ 0972 પુર ઝડપે અને બેફીકારઈ થી ચલાવી છગનભાઈ કાબાભાઈ ઝાપડીયા ઉ.વ. 48 રહે વાવડી વાળાની છકડો રીક્ષા જી.જે4 એ.પી.1092 સાથે અથડાવી માથામાં ગંભીર ઈજા કરી મોત નિપજાવી રીક્ષા મુકી નાસી ગયાની હિંમતભાઈ જીવણભાઈ ઝાપડીયા રહે ઢસા હાલ ગઢડા વાળાએ ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ બનાવની તપાસ પી.એસ.આઈ બી.જી.વાળા ચલાવી રહયા છે.