નાયબ મુખ્યમ મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા રજુ કરાયેલ બજેટને આવકારતા સાંસદ શ્રી કાછડીયા

  • આ વર્ષનું બજેટ ગુજરાતનાં વિકાસને વધુ વેગ આપતું ઐતિહાસિક પેપરલેસ બજેટ છે : સાંસદ આ વર્ષનું 2.27 લાખ કરોડનું બજેટ પાછલા બજેટ કરતા 10 હજાર કરોડથી વધુ છે

અમરેલી,
વિધાનસભા ગૃહમાં માન. નાયબ મુખ્યમંત્રી-વ-નાણા મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા રજુ કરવામાં આવેલ બજેટ 2021 -22 ને અમરેલીનાં સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ આવકારેલ છે અને ગુજરાતનાં વિકાસને વધુ વેગ આપતુ બજેટ રજુ કરવા બદલ માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનો આભાર વ્યક્ત કરેલ છે અને પાછલા બજેટ કરતા 10 હાજર કરોડ થી વધુ એટલે કે રૂ. 2.27 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ રજુ કરવા બદલ અભિનંદન પાઠવેલ છે.
કોરોના મહામારીમાં રાજ્ય સરકારની આવકમાં 40 ટકાનો ઘટાડો થયેલ હોવા છતાં રૂ. 587 કરોડની પુરાંતવાળું ઐતિહાસિક બજેટ રજુ કરવા બદલ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનો પુન: આભાર વ્યક્ત કરેલ છે.