નારકોટીક્સ પ્રતિબંધ અધિનિયમ હેઠળ વિજપડીના કાળુ ટાંકને ભુજ જેલમાં ધકેેલાયો

  • અમરેલી જિલ્લામાં વધુ એક નવી શરૂઆત એસપીશ્રી નિર્લિપ્ત રાય
  • સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત નારકોટીક્સના અપરાધીને પાસાની જેમ જ જેલમાં પુરી દેવામાં આવ્યો : એસઓજીના શ્રી મહેશ મોરીની ટીમે ગાંધીનગરથી મંજુરી લઇ પાર પાડેલ ઓપરેશન

અમરેલી,
હાલના સમયમાં યુવા ધન નશીલા પદાર્થોના સેવનને કારણે ખોખલુ બની રહયુ છે અને તેને નશાની લત લગાડનારાઓ સામે કડક પગલા લેવાવા જોઇએ તે માટે સીઆઇડી ક્રાઇમ રેલ્વેઝ દ્વારા સ્પેશ્યલ ઝુંબેશનું આયોજન કરાયુ હોય વિસ્તારને નશામુક્ત કરવા માટે અમરેલીના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાયએ આવા શખ્સોને શોધી પગલા લેવા માર્ગદર્શન આપતા અમરેલી એસઓજીના પીએસઆઇ શ્રી મહેશ મોરી અને તેની ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ હતી.નારકોટીક્સના ગુનાઓમાં વારંવાર પકડાયેલા કાળુભાઇ ઉર્ફે શેઠ વિરજીભાઇ વાસાભાઇ ટાંક રે. વિજપડીની સામે તે નશાકારક વસ્તુઓ વેચતો હોવાના પુરાવા મેળવી અને તેની દરખાસ્ત તૈયાર કરી એસપી અમરેલીશ્રી મારફતે સીઆઇડી ક્રાઇમ ગુજરાત રાજ્ય ગાંધીનગરને મોકલતા તેની દરખાસ્ત મંજુર થતા તેને અટકાયતમાં લઇ પાલારા જે ભુજ ખાતે ધકેેલી દેવામાં આવ્યો હતો.