નાર્કોટીક અને ડ્રગના ગુન્હામાં નાસતાં ફરતાં લીસ્ટેડ આરોપીને પકડી પાડ્યો

  • અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમી આધારે પકડી પાડ્યો

અમરેલી,
પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર. કે. કરમટાના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી ના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ.જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. બી-પાર્ટ નં.00736/2020 એન.ડી.પી.એસ. એકટ કલમ.20(બી), 29 વિ.મુજબના ગુન્હાના કામે લીસ્ટેડ નાસતા ફરતા આરોપી ચંપુભાઇ ઉર્ફે ચાંપરાજભાઇ ભાભલુભાઇ ડાંગર ઉ.વ.-38 ધંધો-ખેતી રહે.દાધીયા તા.સાવરકુંડલાને પકડી પાડી કાર્યવાહી માટે સાવરકુંડલા રૂરલ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.