નાસિર હુસૈને ઇંગ્લેન્ડ ટીમની રોટેશન પોલિસી પર સવાલ ઉઠાવ્યા

ભારત સામે ટેસ્ટ સિરીઝમાં ૩-૧થી ઈંગ્લેન્ડની હારને ઈંગ્લેન્ડની ટીમ અને પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ભૂલી નથી શકતા. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને ફરી એકવાર ઈંગ્લેન્ડની રોટેશન પોલિસીની ટીકા કરી છે. તેમણે કહૃાું કે સિરીઝની વચ્ચે ખેલાડીઓને રોટેટ કરવા ઠીક નથી. ભારત સામે સિરીઝની વચ્ચે આ પ્રકારનો ફેસલો બિલકુલ યોગ્ય નથી. જણાવી દઈએ કે ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને એક ઈિંનગ અને ૨૫ રને માત આપી હતી.

એક લેખ દ્વારા નાસિર હુસૈને ઈંગ્લેન્ડના પ્રદર્શનની આલોચના કરી છે. તેમણે લખ્યું કે ઈંગ્લેન્ડની સૌથી મોટી સમસ્યા ટીમ પસંદગી, રોટેશન પૉલિસી અથવા આરામ નથી, બલકે બહુ વ્યસ્ત શિડ્યૂઅલ છે. એક વર્ષમાં ૧૭ ટેસ્ટ મેચ, ઐતિહાસિક ભારત અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ, ટી૨૦ વર્લ્ડ કપ, બે આઈપીએલ. હું આ વાતથી સહમત છું અને સમજું છું કે ઈસીબી પોતાના ખેલાડીઓની દેખરેખ કરી રહૃાું છે. આ તેમની જવાબદારી છે કે તેઓ પોતાના ખેલાડીઓનો ખ્યાલ રાખે અને તેમને ખેલાડીઓની મેન્ટલ હેલ્થને જોતાં રોટેશન પોલિસી અપનાવી છે.

હુસૈને કહૃાું કે પરંતુ રોટેશન પોલિસીની સમસ્યા એ છે કે આ સમય રોટેશનનો નથી. ભારતમાં ટેસ્ટ સિરીઝ સૌથી મહત્વની સિરીઝમાંથી એક હતી. ઈંગ્લેન્ડે આ દરમ્યાન રોટેશન પોલિસીને પગલે સારો પડકાર નહોતો આપ્યો. ઈંગ્લેન્ડે વિકેટકીપર જૉસ બટલરને ચોથી ટેસ્ટ મેચમાં આરામ આપ્યો હતો અને ભારતીય વિકેટ કીપર ઋષભ પંત સદી લગાવી રહૃાા હતા. નાસિર હુસૈને કહૃાું કે પંત અમદાવાદમાં ચારો તરફ શોટ રમી રહૃાો હતો અને જૉસ બટલર કે જેઓ આવું કરવામાં સક્ષમ હતા તેમને મેચમાં આરામ આપવામાં આવ્યો હતો, જો કે જોવું સારું નથી લાગતું.