નિટી ૧૭૧ પોઇન્ટની મજબૂતી સાથે ૧૧૪૪૯ની સપાટીએ બંધ શેરબજારમાં તેજી: સેન્સેક્સમાં ૬૪૬ અંકનો ઉછાળો

ગુરુવારે સાપ્તાહિક સમાપ્તિના દિવસે શેરબજારના કારોબારમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૦ ને ગુરુવારે કારોબારના અંતે, બીએસઈનો ૩૦ શેર વાળો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૬૪૬.૪૦ પોઇન્ટની મજબૂતી સાથે ૩૮,૮૪૦.૩૨ના સ્તર પર બંધ રહૃાો હતો. તે જ સમયે એનએસઈનો ૫૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિટી ૧૭૧.૨૫ પોઇન્ટની મજબૂતી સાથે ૧૧,૪૪૯.૨૫ ના સ્તર પર બંધ થયા છે.
ગુરુવારે પ્રારંભિક કારોબારમાં, બીએસઈનો ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૩૨૨.૯૬ પોઇન્ટની મજબૂતી સાથે ૩૮,૫૧૬.૮૮ પર ખુલ્યો. તે જ સમયે, એનએસઈનો ૫૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિટી ૮૫.૩ અંકની મજબૂતી સાથે ૧૧,૩૬૩.૩૦ પર ખુલ્યા હતા.
સેન્સેક્સ પર રિલાયન્સ, એશિયન પેઈન્ટ્સ, એક્સિસ બેક્ધ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેક્ધ સહિતના શેર વધીને બંધ રહૃાાં હતા. રિલાયન્સ ૭.૧૦ અંક વધીને ૨૩૧૪.૬૫ પર બંધ રહૃાો હતો. એશિયન પેઈન્ટ્સ ૪.૧૫ ટકા વધીને ૬૦૬૧.૦૦ પર બંધ રહૃાો હતો. જોકે ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા, એચડીએફસી બેક્ધ, ટાઈટન કંપની સહિતના શેર ઘટીને બંધ રહૃાાં હતા. ટાટા સ્ટીલ ૨.૨૪ ટકા ઘટીને ૪૦૭.૯૦ પર બંધ રહૃાો હતો. ભારતી એરટેલ ૧.૧૯ ટકા ઘટીને ૪૯૮.૫૦ પર બંધ રહૃાો હતો.