નિયા શર્મા ‘ખતરોં કે ખિલાડી-મેઇડ ઇન ઇન્ડિયા જીતી ગઈ

નિયા શર્મા ટાસ્ક-બેઝ્ડ રિયાલિટી શો ‘ફિયર ફેક્ટર: ખતરો કે ખિલાડીની અગિયારમી સીઝન જીતી ગઈ છે. આ એક્ટ્રેસે હાથમાં ટ્રોફીની સાથે આ શોના હોસ્ટ અને ટાસ્કમાસ્ટર રોહિત શેટ્ટીની સાથે પોઝ આપતા તેના પોતાના ફોટોગ્રાસને શૅર કર્યા છે.
તેણે એની સાથે લખ્યું હતું કે, ‘‘ખતરોં કે ખિલાડી-મેઇડ ઇન ઇન્ડિયા જીત ગઈ. થેંક યુ. સ્પેશિયલ ‘મેઇડ ઇન ઇન્ડિયા એડિશનમાં એવી સેલિબ્રિટીઝ સામેલ હતી કે જેમણે આ શોની આ પહેલાંની સીઝન્સમાં ભાગ લીધો હતો. નિયા શર્મા ‘ખતરોં કે ખિલાડીની આઠમી સીઝનની ફાઇનલિસ્ટ હતી.