નિર્લિપ્ત રાયને ધમકી આપતો સોનુંનો વિડીયો અશોકે વાયરલ કરેલ

રાજ્યભરમાં હલચલ મચાવનાર કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગરનો એસપીશ્રી નિર્લિપ્ત રાય અને સાવરકુંડલા રૂરલ પીએસઆઇને ધમકી આપતો વિડીયો પણ અશોક બોરીચાએ વાયરલ કરાવ્યો હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ.

અશોકેે લાઇવ થઇ ધમકી આપેલ
અમરેલીના એસપી શ્રી નિર્લિપ્ત રાયને ખુંખાર અપરાધી અશોક બોરીચાએ ફેસબુક ઉપર લાઇવ થઇ અને ધમકી આપી હોવાનું પણ મનાઇ રહયુ છે
તપાસમાં રાષ્ટ્રીય એજન્સીઓ આવશે
અશોક બોરીચા પાસે મળેલ વિદેશી હથીયાર અને હથીયારોના જથ્થા તથા કાર્ટીસના મોટા જથ્થાને લઇને તેની સામેની તપાસ માટે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી અને આઇબી પણ આવનાર હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ.
અશોક બોરીચાને કોર્ટે ભાગેડુ જાહેર કરેલ
ખુન, ખુનની કોશીશ, હથીયાર ધારા, વિસ્ફોટક પદાર્થ અધિનિયમ, ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટી હેરાફેરી સહિતના ગુનાઓમાં સંડોવાયેલ અશોક જયતાભાઇ બોરીચા સામે કોર્ટ દ્વારા 10 થી વધુ વોરંટ ઇસ્યુ કરાયેલ અને સાવરકુંડલા કોર્ટ દ્વારા જાહેરનામા પ્રસિધ્ધ કરી બે વખત ભાગેડુ જાહેર કરવામાં આવેલ તથા ભાગેડુ આરોપી તરીકે તેમની મિલ્કત જપ્તીની કાર્યવાહી પણ કરવામાં આવેલ.
અમેરીકન બનાવટની 38 બોરની પીસ્તોલ મળી
પોલીસના હાથમાં ઝડપાયેલા અશોક બોરીચા પાસેથી પોલીસને મેડ ઇન યુએસએ એટલે કે અમેરીકન બનાવટની 38 બોરની પીસ્તોલ મળી આવી હોય પોલીસ પણ આશ્ર્ચર્યમાં પડી ગઇ હતી