નિવૃત્તિ લેનાર યુસૂફ પઠાણ રોડ સેટી વર્લ્ડ સિરીઝમાં રમતો નજરે પડશે

તાજેતરમાં જ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ઘોષણા કરનાર યુસુફ પઠાણ, નમન ઓઝા અને વિનય કુમાર ૫ માર્ચે અહીં શરૂ થનારી રોડ સેટી વર્લ્ડ સિરીઝમાં ઇન્ડિયા લેજન્ડ્સનું પ્રતિનિધિત્વ કરશે. શ્રીલંકાને ૧૯૯૬ વર્લ્ડ કપનો ખિતાબ અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા વિસ્ફોટક ઓપનર સનથ જયસૂર્યા શ્રીલંકા લીજેન્ડ્સ માટે મેદાનમાં ઉતરશે. તિલકરત્ને દિલશાનની આગેવાનીવાળી શ્રીલંકન ટીમમાં જયસૂર્યા ઉપરાંત રસેલ આર્નોલ્ડ અને ઉપુલ થરંગા જેવા ક્રિકેટરો સામેલ છે.

ઈન્ડિયા લિજેન્ડ્સ પોતાની પ્રથમ મેચ ૫ માર્ચે બાંગ્લાદેશ લીજેન્ડ્સ સામે રમશે, જ્યારે શ્રીલંકા લીજેન્ડ્સ ૬ માર્ચે વેસ્ટ ઇન્ડીઝ લીજેન્ડ્સ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ ટુર્નામેન્ટની તમામ મેચ અહીંના શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. પ્રકાશન અનુસાર, આ ટી૨૦ લીગનો ઉદ્દેશ દેશમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાનો છે. કોરોના વાયરસ રોગચાળાને કારણે, તેની પ્રથમ સિઝન ચાર મેચ પછી ૧૧ માર્ચ સુધી મુલતવી રાખવામાં આવી હતી.

ભારત લીજેન્ડ: સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, મોહમ્મદ કૈફ, પ્રજ્ઞાન ઓઝા, નોએલ ડેવિડ, મુનાફ પટેલ, ઇરફાન પઠાણ, મનપ્રીત ગોની, યુસુફ પઠાણ, નમન ઓઝા, એસ બદ્રીનાથ અને વિનય કુમાર.

શ્રીલંકા લીજેન્ડ્સ: તિલકરત્ને દિલશાન, સનથ જયસૂર્યા, પરવીઝ મહરૂફ, રંગના હેરાથ, થિલાન તુષારા, અજંતા મેન્ડિસ, ચમાર કપૂગેડરા, ઉપુલ થરંગા, ચામારા સિલ્વા, િંચતાકા જયિંસઘે, ધમ્મિકા પ્રસાદ, નુવાન કુલશેખરા, રસેલ આર્નોલ્ડ, દુલંજના વિજેસિંધે અને મિંલદૃા વારનપુરા

વેસ્ટ ઇન્ડીઝ લીજેન્ડ્સ: બ્રાયન લારા, ટીનો બેસ્ટ, રિડલી જેકબ્સ, નરિંસહ દેવનારાયણ, સુલેમાન બેન, દિનાનાથ રામનારાયણ, એડમ સેનફોર્ડ, કાર્લ હૂપર, ડ્વેન સ્મિથ, રિયાન ઓસ્ટિન, વિલિયમ પર્કિન્સ અને મહેન્દ્ર નાગામુટુ.

દક્ષિણ આફ્રિકા લીજેન્ડ્સ: જોન્ટી રોડ્સ, મોર્ને વાન વિક, ગાર્નેટ ક્રુગર, રોજર ટેલિમાક્સ, જસ્ટિન કેમ્પ, અલ્વિરો પીટરસન, નેન્ટી હેવર્ડ, એન્ડ્ર્યૂ પુટિક, લૂટ્સ બોસમેન, ગેન્ડર ડી બ્રુઈન, થાંડી તાશાબાલા, મોન્ડે જોંડેકી, માખાયા એન્ટિની અને નોઇડ જોન્સ.