નવીદિૃલ્હી,તા.૧૧
દૃેશમાં ફરી એકવાર કોરોનાનો ખતરો ઝડપથી વધી રહૃાો છે. આને ધ્યાનમાં રાખીને દૃેશભરની તમામ હોસ્પિટલોમાં તેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયની સૂચના બાદૃ દૃેશભરની હોસ્પિટલોમાં બે દિૃવસીય મોકડ્રીલ હાથ ધરવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ દિૃલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા. આ દૃરમિયાન તેમણે પોતે મોક ડ્રીલનું નિરીક્ષણ કર્યું હતું અને હોસ્પિટલમાં કોરોનાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. મનસુખ માંડવિયાએ તૈયારીઓમાં કોઈ બેદૃરકારી તો નથીને ચકાસવા માટે તબીબોની ટીમ સાથે પણ વાત કરી હતી. કોરોના સમયે સૌથી મહત્વપૂર્ણ ઓક્સિજનને લઈને હોસ્પિટલમાં શું તૈયારીઓ કરવામાં આવી હતી? જેને ચકાસવા માટે મનસુખ માંડવિયા પણ હોસ્પિટલમાં હાજર ઓક્સિજન પ્લાન્ટને જોવા પહોંચ્યા હતા અને સમગ્ર પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. દિૃલ્હીના આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજે સોમવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ -૧૯ ના કેસ આગામી દિૃવસોમાં વધવાની આશંકા છે, કારણ કે શહેર ગીચ વસ્તી ધરાવતું છે. તે જ સમયે, તેમણે ’લૂ’ જેવા લક્ષણો ધરાવતા લોકોને માસ્ક પહેરવા અને જાહેર સ્થળોએ જવાનું ટાળવા કહૃાું. કોરોનાની સ્થિતિનો સામનો કરવા માટે હવે દૃેશભરમાં કડકાઈ શરૂ થઈ ગઈ છે. હોસ્પિટલોમાં તપાસને ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે અને તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે… છેલ્લા ૨૪ કલાકમાં દૃેશભરમાં કોરોનાના ૫,૮૮૦ કેસ નોંધાયા છે. દૃેશભરમાં કોરોનાના કુલ સક્રિય કેસની સંખ્યા વધીને ૩૫,૧૯૯ થઈ ગયા છે. કોરોનાના કારણે દૃેશભરમાં એક દિૃવસમાં ૧૨ લોકોના મોત થયા છે. તે જ સમયે, દૃેશભરમાં ૩૪૮૧ લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. અને હવે કોરોનાના નવા લક્ષણો શું છે?.. તે જાણો… નિષ્ણાતોનું કહેવું છે કે કોરોના સંક્રમણના લક્ષણો પહેલા કરતા બદૃલાયા છે. આ સમયે ફેલાતા કોરોના સંક્રમણના લક્ષણો પણ પહેલા કરતા અલગ છે. ડોકટરો અને નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઉંચો તાવ, શરદૃી અને ઉધરસના લક્ષણો કોરોનાના સામાન્ય લક્ષણો તરીકે દૃેખાય છે. પરંતુ આ વખતે ત્વચાને લગતા લક્ષણો, કન્જક્ટિવાઈટીસ એટલે કે આંખોમાં ખંજવાળ અને ચીકણી આંખો જેવા લક્ષણો સામે આવી રહૃાા છે. આ નવા લક્ષણો કોરોના દૃર્દૃીઓમાં જોવા મળી રહૃાા છે.