નીટનું પરિણામ ખરાબ આવવાના ડરથી વિદ્યાર્થીએ તળાવમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યુ

લીંબડીનાં કિશોરે નીટની પરીક્ષાનું પરિણામ નહીં સારૂં આવે તેવી વિચારીને તળાવમાં ઝંપલાવીને જીવન ટૂંકાવી દૃીધું છે. કિશોર મોડી રાતે લીંબડી તળાવમાં જ મોતની ડૂબકી મારી છે. સ્થાનિક પોલીસે હાલ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, લીંબડી ખારાવાસ વિસ્તારમાં રહેતો ૧૮ વર્ષનો યશ બાબુભાઈ પરમારે ગાયત્રી મંદિર પાસેના તળાવમાં ઝંપલાવ્યું છે. આ ઘટનાની જાણ થતા પરિવાર પર જાણે આભ પડ્યું હોય તેવો આઘાત લાગ્યો હતો. ગામ લોકોમાં પણ શોકની લાગણી છવાઇ ગઇ છે. ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયાઓ જાહિદ બેલીમ, નરેશ ચૌહાણ, વિક્રમ કારડીયા, શાહરૂખ, જગદિશ દૃેવીપૂજક, જયંતિ દૃેવીપૂજકે ૫થી ૬ કલાક તળાવનાં પાણીમાં કિશોરના મૃતદૃેહની શોધખોળ કરી હતી. ભારે જહેમત બાદ યશ બાબુભાઈ પરમારનો મૃતદૃેહ શોધી કાઢવામાં સફળતા મળી હતી. જે બાદ તેને તાત્કાલિક લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાંના તીબીબોએ કિશોરને મૃત જાહેર કર્યો હતો.
લીંબડી મામલતદૃાર, પોલીસ કાફલો ઘટનાસ્થળે દૃોડી આવ્યો હતો અને વઢવાણ તૈરવૈયા ટીમને જાણ કરી હતી. વઢવાણ તૈરવૈયા ટીમ આવે તે પહેલાં સ્થાનિક તૈરવૈયાઓથી તળાવમાં શોધખોળ કરતા યુવાનની લાશ શોધી કાઢવામાં આવી હતી.
સ્યૂસાઇડ નોટમાં કિશોરે લખ્યું છે કે, ગુજકેટમાં જે રિઝલ્ટ આવ્યું તેવું જ રિઝલ્ટ નીટમાં આવશે તો? આ બીકથી મે આ કર્યું છે. કોઇના દબાણમાં આવીને નથી કર્યું. મારી આખરી ઇચ્છા છે કે ચિંતનભાઇને કેપેબલ બનાવીને જ મ્મમી તુ જપજે. તેના મમાટે તેની પાસેથી મોબાઇલ લઇ લેજો અને સાદો મોબાઇલ આપજો. હું તો તારી ઇચ્છા પુરી ન કરી શક્યો તમેતો મારી આખરી ઇચ્છા પુરી કરજો. I am sorry mummy તુ અને ભાઇ બંન્ને હિંમત રાખજો અને આ દૃુનિયામા વટથી જીવજો. I am sorry  ભાઇ.