નીટ-જેઇઇની પરીક્ષા મુદ્દે ૧૫૦થી વધુ યુનિવર્સિટીના શિક્ષકોનો વડાપ્રધાન મોદીને પત્ર

  • પરીક્ષાઓમાં મોડું થયું તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત થશે

    NEET-JEEની પરીક્ષાઓને લઈને દૃેશ-વિદૃેશ યુનિવર્સિટીના ૧૫૦ શિક્ષકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે કહૃાું છે કે આ પરીક્ષાઓમાં વધુ મોડું થયું તો તે વિદ્યાર્થીઓના કેરિયરની સાથે સમાધાન થશે. કેટલાક લોકો તેમના રાજકીય એજન્ડના પગલે વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે રમત રમી રહૃાાં છે.
    ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું છે કે, યુવા અને વિદ્યાર્થીઓ દૃેશનું ભવિષ્ય છે, પરંતુ કોરોના મહામારીના કારણે તેમની કેરિયર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. એડ્મિશન અને ક્લાસ વિશે બહુ જ આશંકાઓ છે જે ઝડપથી દૃૂર કરવી જરૂરી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો વિદ્યાર્થીઓએ ૧૨મું ધોરણ પાસ કર્યું છે, પરંતુ અત્યારે ઘરે બેસીને રાહ જોઈ રહૃાા છે કે, આગળ શું થશે અને શું કરવાનું છે.
    સરકાર JEE-NEET પરીક્ષાઓની તારીખની જાહેરાત કરી ચૂકી છે. હવે જો તેમાં મોડું થશે તો વિદ્યાર્થીઓનું એક કિમતી વર્ષ બરબાદ થઈ જશે. યુવાનોના સપના અને ભવિષ્ય સાથે કોઈ પણ િંકમતે સમજૂતી ન થવી જોઈએ. અમને ચોક્કસ વિશ્ર્વાસ છે કે, સરકારે JEE-NEET પરીક્ષાઓ સુરક્ષા સાથે કરવામાં સફળ રહેશે અને ૨૦૨૦-૨૧નું એકેડેમિક કેલેન્ડર પણ જાહેર કરી દૃેવામાં આવશે.