નીટ-જેઇઇ પરીક્ષા ટાળવા સોનુ સુદની સરકારને અપીલ

કોરોના વાયરસ સંકટ વચ્ચે એક તરફ જ્યાં સ્કૂલ કોલેજો બંધ છે ત્યાં બીજી તરફ નીટ જીઈઈની પરીક્ષાઓ ટાળવાને લઈ સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવવામાં આવી રહૃાું છે. દૃેશભરના વિદ્યાર્થીઓની માંગ છે કે કોરોના સંકટને જોતા નીટ જેઇઇની પરીક્ષાઓને સ્થગિત કરી દૃેવામાં આવે. આ વિદ્યાર્થીઓના સપોર્ટમાં હવે બૉલીવુડ સ્ટાર સોનૂ સુદ પણ આવ્યા છે. કોરોના કાળમાં મજૂરો અને જરૂરિયાતમંદોના મસીહા બનેલા એક્ટર સોનૂ સૂદૃે ટ્વીટ કરી કેન્દ્ર સરકારને પરીક્ષા રદ્દ કરવા અપીલ કરી છે.
કેટલાય રાજનૈતિક દળો સાથે હવે એક્ટર સોનૂ સૂદૃે પણ ટ્વીટ કરી કેન્દ્ર સરકારને કોરોનાની હાલની સ્થિતિને જોતા નીટ અને જેઈઈ પરીક્ષાઓ સ્થગિત કરવાનો આગ્રહ કર્યો છે. મંગવારે કરાયેલ એક ટ્વીટમાં સોનૂ સૂદૃે કહૃાું, ’હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે દૃેશમાં કોરોનાની હાલની સ્થિતિને જોતા નીટ-જીઈઈ એક્ઝામ સ્થગિત કરવામાં આવે. વર્તમાનમાં કોરોના વાયરસની સ્થિતિને જોતા આપણે સ્વાસ્થ્ય વિશે વધુ ધ્યાન આપવું જોઈએ અને વિદ્યાર્થીઓને જીવના જોખમમાં ના ધકેલવા જોઈએ.