નીતિન પટેલે કહૃાું- ઘરમાં કે ખેતરમાં મજૂર રાખો ત્યારે પગાર બાબતે ધ્યાન રાખો છો?

  • નૌશાદ સોલંકીએ કહૃાું- મને કોન્ટ્રાકટર સાબિત કરો કે નીતિન પટેલ મારી માફી માંગે
    ગાંધીનગર,
    ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન બીજા દિવસે ગૃહમાં ભારે હોબાળો થયો હતો. મજૂર કાયદા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની શાબ્દિૃક ટિપ્પણી બાદ કોંગ્રેસના ધારાસભ્યો વિરોધમાં આવી ગયા હતા. ત્યારે આ વિરોધ વધતા કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પોતાનું માઈક ગૃહમાં ફેંક્યું હતું. આ બાદ વિધાનસભા ગૃહમાંથી બહાર નીકળી જઈને કોંગ્રેસના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહૃાું હતુ કે, ૧૫૦ વર્ષના ઇતિહાસની વાત કરો છો. ત્યારે નૌશાદ સોલંકીએ કહૃાું તે, બાબાસાહેબ અંબેડકરની વાત પર વાંધો શુ છે. ત્યારે નીતિન પટેલે નૌશાદ સોલંકીને જવાબ આપયો કે, ઘરમાં કે ખેતરમાં મજૂર રાખો ત્યારે પગાર બાબતે ધ્યાન રાખો છો?
    જેના જવાબમાં નૌશાદ સોલંકીએ કહૃાું કે, મને કોન્ટ્રાકટર સાબિત કરો કે નીતિન પટેલ મારી માફી માંગે. આ મામલે ગૃહમાં હોબાળો થતાં કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસના સભ્યોએ ‘મજૂર વિરોધી યે સરકાર નહિ ચલેગી ના સૂત્રોચ્ચારો કર્યા હતા. જેના બાદૃ ગિન્નાયેલા કોંગ્રેસના ધારાસભ્ય નોશાદૃ સોલંકીએ ગેલેરી નંબર ૪ માંથી માઈક ફેકી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ગેલેરી ૪ માંથી તેઓએ માઇક ફેંકી વિરોધ નોંધાવ્યો છે. આ સાથે જ વિરોધ પક્ષના નેતા અને રૂમમાં બેઠેલા કોંગ્રેસના સભ્યો બહાર નીકળી ગયા હતા. પરંતુ પ્રેક્ષક ગેલેરીમાં ધારાસભ્યની બેસવાની વ્યવસ્થામાં ગેલેરી નંબર ૪ માં નોશાદ સોલંકી બેસી રહૃાા હતા. વિધાનસભા ગૃહમાંથી બહાર નીકળીને કોંગ્રેસના સભ્યોએ ફરીથી સૂત્રોચ્ચારો કર્યા હતા.
    આખરે વિધાનસભા ગૃહનું કામકાજ પૂર્ણ થતા વિધાનસભા અધ્યક્ષે ચેમ્બરમા આવી નૌશાદ સોલંકીને ફરિયાદ કરવા કહૃાું હતુ. પરંતુ નૌશાદ સોલંકીએ ગેલેરી ૪ માં જ બેસીને વિરોધ દર્શાવ્યો હતો. જેના બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાની, ઉપનેતા શૈલેષ પરમાર, સિનીયર ધારાસભ્ય પુંજા વંશ સહિતના સભ્યો વિધાનસભા અધ્યક્ષને રજુઆત કરવા પહોંચ્યાં હતા. ગૃહમાં બનેલા બનાવને લઈ અધ્યક્ષ સાથે ચર્ચા કરી હતી. જેના બાદ કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદૃ સોલંકી વિધાનસભાની અંદરના ચોથા પગથિયે ધરણા પર બેસી ગયા હતા. નૌશાદ સોલંકીના સમર્થનમાં આવેલા નેતા વિપક્ષ પરેશ ધાનાણી સહિતના ધારાસભ્યો પણ વિધાનસભા ગૃહમાં ફરી પહોંચ્યા હતા. જેના બાદ વિધાનસભા અધ્યક્ષ નૌશાદ સોલંકીને મનાવવા ગયા હતા.