નીતુ સિંહ-વરુણ ધવનનો કોરોના રિપોર્ટ નેગેટિવ: ૧૯ ડિસેમ્બરથી ફરી શૂટિંગ શરૂ કરશે

બોલિવૂડ ફિલ્મ ’જુગ જુગ જિયો’નું શૂટિંગ નવેમ્બર મહિનાથી ચંદીગઢમાં થતું હતું. ફિલ્મમાં વરુણ ધવન, કિઆરા અડવાણી, નીતુ સિંહ તથા અનિલ કપૂર લીડ રોલમાં છે. જોકે, ચાર ડિસેમ્બરના રોજ ફિલ્મ ડિરેક્ટર રાજ મહેતા, વરુણ ધવન તથા નીતુ સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શૂટિંગ અટકાવી દૃેવામાં આવ્યું હતું. હવે આ ફિલ્મનું શૂટિંગ ફરી વાર શરૂ કરવામાં આવશે.
વરુણ ધવન-નીતુ સિંહ તથા ફિલ્મ ડિરેક્ટર રાજ મહેતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. હવે તેઓ ચંદીગઢ જઈને ૧૯ ડિસેમ્બરથી શૂટિંગ ફરીવાર શરૂ કરશે.
સૂત્રોના મતે, ચંદીગઢમાં જ્યાં શૂટિંગ ચાલતું હતું તે જગ્યાને આખી સેનિટાઈઝ કરવામાં આવી હતી અને કેન્દ્ર-રાજ્ય સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને સેટ પરના તમામ લોકો આઈસોલેશનમાં રહૃાાં હતાં. ચંદીગઢમાં ૧૯ ડિસેમ્બરથી શૂટિંગ ફરીવાર શરૂ કરવામાં આવશે. વરુણ ધવન, નીતુ સિંહ, કિઆરા અડવાણી તથા અનિલ કપૂર ૧૮ ડિસેમ્બરના રોજ ચંદીગઢ જશે.