નીલવડામાં પુલ માટે ગ્રામજનોનાં પાણીમાં ધામા : ચક્કાજામ

  • ચમત્કાર વિના નમસ્કાર નહી ! : કોઝવે ઉપર પાણીથી ત્રસ્ત ગ્રામજનોએ નવતર વિરોધ કર્યો
  • તંત્ર દોડી ગયું : યુધ્ધના ધોરણે કામચલાઉ પુલ બનાવવાની કામગીરી શરૂ કરાઇ : રાજકીય ઉપેક્ષા થતી હોવાનો આક્ષેપ

બાબરા,
બાબરા તાલુકા ના નીલવડા ગામે વસવાટ કરતી 3500 જેટલી વસ્તી માટે ની પ્રાથમિક સુવિધા ના અભાવો માટે ચોક્ખી રાજકીય ઉપેક્ષા ના કારણે વિકાસ ના કામો થી વંચિત રાખવા માં આવતા હોવાના અને આગામી ધારાસભા મતદાન નો બહિસ્કાર કારવા ના સુત્રોચાર સાથે સમસ્ત ગ્રામજનો દ્વારા જાણીતા આગેવાન દિલીપભાઈ ખાચર ના નેતૃત્વ માં એક બની અને આજે સવારે ગ્રામ્ય વિસ્તાર ની નદી ઉપર ઓવરબ્રીજ બનાવવા ની માંગ સાથે ક્રોઝવે ના પાણી માં બેસી શ્રી રામ ધુન સાથે રસ્તા રોકો આંદોલન કરવા માં આવતા વિવિધ કચેરી ના અધિકારી વર્ગ દોડી ગયો હતો અને ગ્રામજનો ની રજુવાત અંગે તાત્કાલિક અસરથી સ્થળ કામગીરી ચાલુ કરી કામચલાવ બ્રીઝ બનાવવા માં આવી રહ્યો છે
દિલીપભાઈ ખાચર ના જણાવ્યા મુજબ બાબરા થી નીલવડા અને અહીંથી જસદણ ચોટીલા સુધી જવા નો આ મુખ્ય ટુકા રસ્તા ઉપર નીલવડા ગામ ના પાદર માંથી પસાર થતી નદી ના પાણી માં ક્રોઝવે ઉપર પુલ બનાવા અનેક રજુવાત કરી હતી અહી વરસતા વરસાદ ના સમય બાદ બે માસ સુધી પસાર થવું જીવનું જોખમ પુરવાર થાય છે.
થોડા દિવસો પહેલા ક્રોઝવે ના પાણી ના કારણે વાહન મારફતે મૃત માનવ શરીર પરિવહન નહી થતા ચાર ચાર કલાક પાણી ઓસરવા ની રાહ જોવી પડી હતી નાના કદ ના વાહનો ફસાતા અનેક ગબડી પડવા ના અકસ્માત બની રહ્યા હતા અને ઈજાગ્રસ્ત બનવા ના બનાવો બનેલા જેના કારણે આજે સમસ્ત 300 થી વધુ ગ્રામજનો દ્વારા એકઠા બની અને રસ્તા રોકો આંદોલન નો માર્ગ અપનાવી લગતા વળગતા તંત્ર માં જાણ કરવા માં આવતા જીલ્લા કાર્યપાલક ઈજનેર શ્રી બોરડ સહિતના દોડી આવી અને લોકયાતના સાંભળી અને સ્થળ તપાસ બાદ યુધ્ધ ના ધોરણે હાલ કામચલાવ પુલ બનાવવા સ્થળ ઉપર ઓર્ડર કરતા ગ્રામજનો એ રાહત નો દમ લીધો હતો અને મોડી સાંજ સુધી કામગીરી શરૂ હોવાના સમાચાર મળે છે ગ્રામજનો દ્વારા અનેક વખત પુલ બનાવવા મુદ્દે ચુટાયેલા જનપ્રતિનિધિઓ, ધારાસભ્યો સુધી અનેક રજુવાતો કરી ચુક્યા હતા પરંતુ પરિણામ લક્ષી કામગીરી નહી થતા ગ્રામજનોએ એક સુર સાથે માંગ રજુકરતા અધિકારી વર્ગ દોડી ગયો હતો અને હાલ સુગમતા ભરી કામગીરી ને વેગ આપવા માં આવ્યા નું જાણવા મળે છે