નીસર્ગ વાવાઝોડાની દિશા બદલાઇ અમરેલી જિલ્લા ઉપરથી જોખમ ટળ્યું

રાજુલા,
સમગ્ર દરિયા કાંઠે વાવાઝોેડા ટકરાવવા ની દહેશત હતી પણ વાવાઝોડાએ તેની દિશા બદલી છે છતાં અમરેલી જીલા વહીવટી તંત્ર પણ એલર્ટ છે સાથે સાથે કોસ્ટલ રાજુલા જાફરાબાદ પીપાવાવ વિસ્તારના 23 ગામોને એલર્ટ કરી દીધા હતા સાથે સ્થિતિ વધુ વણશે તેને પોહચી વળવા માટે વડોદરા થી એન.ડી.આર.એફ.ની ટીમ પણ પોહચી ગઈ અને સ્ટેન્ડ બાય રખાઇ છે. જોકે હાલમાં આ પ્રકારની કોઈ સ્થિતિ છે નહીં પરંતુ તંત્ર દ્વારા સાવચેત રહેવા માટે તમામ તૈયારી પૂર્ણ કરી દેવાય છે રાજુલા જાફરાબાદ વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી ની ટીમ પણ બંદર વિસ્તાર અને માછીમાર સમાજ અગ્રણી ઓ ને મળી ચર્ચા વિચારણા કરી હતી જોકે માછીમારો દ્વારા અગાવ થી જ તમામ બોટો બોલાવી લેવાય હતી અને તમામ બોટો કાંઠે લાંગરી દીધી છે જોકે પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા પણ માછીમારો ને દરિયો ન ખેડવા માટે અપિલ કરી સાથે સાથે સ્થળાંતર કરવાની જરૂર પડે તો પણ તેમની ટીમ દ્વારા તૈયારી બતાવી છે અને તમામ દરિયા કાંઠાના નીચાણ વાળા વિસ્તાર છે તેમના સંપર્ક કરી જરૂરી સૂચના આપી દેવાય હતી અને જાફરાબાદ બંદર પર 2 નંબરનુ સિગ્નલ ચડાવી દેવાયું હતુ.