નેનો ડીએપી પ્લાન્ટનું ઉદઘાટન કરતા શ્રી અમિત શાહ

અમરેલી,
વિશ્ર્વમાં સૌપ્રથમ ભારતે વિકસાવેલ અને ઈફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો યુરીયા, નેનો ડીએપી (લીકવીડ) જે ઈફકો દ્વારા તૈયાર કરાયેલ સમગ્ર વિશ્ર્વનું સર્વપ્રથમ પ્રવાહી ખાતર પ્લાન્ટનું દશેરાના પાવન દિવસે કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતશાહ, શ્રીદિલિપ સંઘાણીના હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ. આ તકે કેન્દ્રીય રસાયણ મંત્રી મનસુખભાઈ માંડવીયા સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા. ઈફકોના ચેરમેન શ્રી દિલિપ સંઘાણીએ જણાવેલ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે બીજ સંરક્ષણ અને કૃષિ પેદાશોની નિકાસ -વિકાસ ઉત્પાદનમાં અસરકારક પરીણામો લાવવા સાથે ઉપજનું સારૂ વળતર દેશના કિસાનોને મળી રહે તે દિશામાં ક્રમશ: અસરકારક લાગુ કરેલ નિતિ નીયમોની છણાવટ કરી હતી.ઈફકો દેશની ખાતર જરૂરીયાત પુરી પાડે છે.ઉત્પાદન અને વપરાશને ધ્યાને લઈ સંતુલિત નેનો યુરીયા /ડીએપી ખાતર તૈયાર કરવામાં આવેલ છે. જે ગુજરાતની ભુમિ પરના ઈફકોના સૌથી મોટા પ્લાન્ટમાં તૈયાર કરાયેલ છે.જે પાકની ઉપજની ઉણપ , પોષક તત્વોની ઓછી કાર્યક્ષમતા , માટીમાં કાર્બનીક પદોર્થોની ઘટ, વિવિધ પોષક તત્વોની ખામી , ખેતીલાયક જમીન /પાણીની ઉપલબ્ધતામાં ઘટાડો જેવા વિવિધ પડકારોનો ઉકેલ આ પ્રવાહી ખાતરમાંથી મળી જશે તેમ જણાવેલ. અમીતભાઈ શાહે દેશવાસીઓને દશેરાની શુભેચ્છા પાઠવી જણાવેલ કે ઓજનો દિવસ દશેરાનો દિવસ છે. જે આપણી સંસ્કૃૃતિમાં અસત્ય પર સત્યની જીતનો દિવસ છે.સાથોસાથ આજે મહાન સ્વાતંત્ર્ય સેનાની કેપ્ટન લક્ષ્મી સહગલની પણ જન્મજયંતિ છે.આઝાદ હિંદ ફોજના કેપ્ટન લક્ષ્મી સેહગલે નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે મળી આઝાદીનું લડાઈનું બહાદુરીપુર્વક નેતૃત્વ કર્યુ હતું. આજનો દિવસ ગુજરાત સહિત સમગ્ર પશ્ર્ચિમ ભારત માટે મહત્વપુર્ણ છે. કારણકે ગાંધીનગર જીલ્લાના કલોલ ખાતે ઈફકોના નેનો ડીએપી (લીકવીડ)પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. સહકારમંત્રીેએ નેનો યુરીયા અને નેનોડીએપીમા ભારતને વિશ્ર્વમાં પ્રથમ સ્થાને લઈ જવા બદલ ઈફકો ટીમને અભિનંદન આપતા જણાવેલ કે ભારત પાસે ફળદ્રુપ જમીન છે., ઉજળી જમીન છે, ખેતીપ્રધાન દેશ છે, આટલી મોટી ખેતીલાયક જમીન છે, અનેક ઉપજ છે, સૌ સાથે મળીને ખેતીને સા્ત્વિક સ્વરૂપ આપવા વિજયદશમીએ સંકલ્પબંધ્ધ બનીએ તેમ શ્રી શાહે જણાવ્યું.