નેપાળમાં પુષ્પકમલ પ્રચંડ પ્રધાનમંત્રી બન્યા છે

તા.૨૭.૧૨.૨૦૨૨ મંગળવાર, સંવંત ૨૦૭૯ પોષ સુદ પાંચમ, ધનિષ્ઠા   નક્ષત્ર, વજ્ર  યોગ, બવ     કરણ આજે   જન્મેલાંની  ચંદ્રરાશિ  કુંભ (ગ ,સ,શ )   રહેશે .

મેષ (અ,લ,ઈ) : આવકમાં  મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,પ્રગતિકારક દિવસ.
વૃષભ (બ,વ,ઉ) :સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,આગળ વધવાની તક મળે,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.
કર્ક (ડ,હ)            : માનસિક વ્યગ્રતા રહે,મનનું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
સિંહ (મ,ટ) : અંગત જીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
કન્યા (પ,ઠ,ણ) : જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું,વધુ પડતી ચિંતાઓ  ટાળવી.
તુલા (ર,ત) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
વૃશ્ચિક (ન,ય) : નવા આયોજનો વિચારી શકો ,દિવસ આનંદ માં પસાર થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે.
મકર (ખ,જ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,વાણી વર્તન માં કાળજી લેવી.
કુંભ (ગ,સ,શ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા મેળવી શકો .
મીન (દ,ચ,ઝ,થ): ખર્ચ પર અંકુશ રાખવો,નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

પુષ્ય નક્ષત્રનો માસ એટલે કે પોષ માસ શરુ થઇ ચુક્યો છે આ માસમાં ખપ્પર યોગ શનિવારથી થાય છે જયારે ખપ્પર યોગ શનિવારથી થતો હોય ત્યારે અગાઉ લખ્યા મુજબ કુદરતી આપદાનો સામનો કરવો પડે છે એ મુજબ અમેરિકામાં બરફનું તોફાન તબાહી મચાવી રહ્યું છે અને વિશ્વના મોટાભાગના દેશ મહામારીની નવી લહેર બાબતે ચિંતિત છે. શનિવારથી જયારે ખપ્પર યોગ બને છે ત્યારે પ્રજામાં ભયનો માહોલ જોવા મળે છે એ મુજબ હાલના સંજોગોમાં મહામારી, કુદરતી આપદાઓ અને મોંઘવારી રોજગારીના પ્રશ્નો ચરમસીમાએ છે વળી શનિની અસર વધુ હોવાથી હાલના સમયમાં આતંકી ગતિવિધિ પણ તેજ થતી જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં સેના આ બાબતે કડક પગલાં ભરતી જોવા મળશે અફઘાનિસ્તાનમાં અને પાકિસ્તાનમાં પણ મોટી આતંકી ગતિવિધિ થાય તેવા સંકેત પ્રાપ્ત થઇ રહ્યા છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો અગાઉ લખ્યા મુજબ નાણાંમંત્રી  નિર્મલા સીતારામણનું સ્વાસ્થ્ય કથળ્યું છે જે વિષે અગાઉ અત્રે લખી ચુક્યો છું બીજી તરફ પાડોશી નેપાળમાં પુષ્પકમલ પ્રચંડ પ્રધાનમંત્રી બન્યા છે જે ભારત માટે શું  વિચારપઘ્ધતિ ધરાવે છે તે જોવાનું રહ્યું. અગાઉ લખ્યા મુજબ સમગ્ર વિશ્વમાં આપણી સંસ્કૃતિની કોઈને કોઈ નિશાની જોવા મળે છે તે મુજબ તુર્કીમાં પ્રાચીન મંદિર મળ્યું છે જે સંશોધકો માટે રસપ્રદ વિષય છે.