નેપોટિઝમનો આરોપો બાદ કરણ જોહરે અભિનેત્રી તૃપ્તિ ડિમરીને કરી લોન્ચ

સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુ પછી નેપોટિઝમને પ્રોત્સાહન આપવાનો જેના પર આરોપ લાગ્યો એવા ફિલ્મ નિર્માતા કરણ જોહર હવે પોતાની છબી સાફ કરવાનો પુરો પ્રયાસ કરી રહૃાો છે એવું લાગી રહૃાો છે. જેના કારણે હાલમાં જ કરણ જોહર અભિનેત્રી તૃપ્તિ ડિમરીને હિરોઇન તરીકે લોન્ચ કરી રહૃાો છે. કરણે ઉત્તરાખંડની તૃપ્તિ ડિમરીનો એક વીડિયો શેર કર્યો છે, જેણે ફિલ્મ ‘બુલબુલ માં દર્શકોનો પ્રેમ અને પ્રથમ ફિલ્મફેર ઓટીટી એવોર્ડ જીત્યો હતો. વીડિયોમાં તૃપ્તિ જુદા જુદા ગ્લેમરસ અવતારમાં ફોટોશૂટ કરી રહી છે.
વીડિયો શેર કરતી વખતે કરણ જોહરે લખ્યું  ‘તૃપ્તિ ડિમરીનું ગર્વથી સ્વાગત છે. તૃપ્તિએ બુલબુલ અને લૈલા મજનુમાં શાનદાર પ્રદર્શન આપ્યું છે. તે ખૂબ જ પ્રતિભાશાળી, ગતિશીલ છે અને તેમાં એક આગ છે જે તેને વધુ તેજસ્વી બનવામાં મદદ કરશે. આ સાથે તૃપ્તિનું નામ એ યાદીમાં શામેલ થઈ ગયું છે કે જેમાં આલિયા ભટ્ટ અને કિયારા અડવાણીના નામ શામેલ છે. તૃપ્તિના તમામ કામ હવે કરણ જોહરની ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની જોશે. કરણ જોહરની ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની નક્કી કરશે કે તૃપ્તિ હવે કઈ ફિલ્મ કરશે શું નહીં કરે.
કંપની તેમની ફી અંગે વાટાઘાટ પણ કરશે. બદલામાં, કંપની તેમની દરેક ફિલ્મમાંથી એક નિશ્ર્ચિત રકમ લે છે. કરણ જોહરે વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટને લોન્ચ કરીને ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મ કરી હતી. હવે આ ત્રણ સ્ટાર્સ કરણ જોહરની કંપનીને મેનેજ કરે છે. આ દિવસોમાં કરણ જોહર તેના મોટા પ્રોજેક્ટ લાઈગરમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હાલમાં જ કરણે ફિલ્મની રિલીઝ ડેટ વિશે માહિતી આપી હતી. આ પોસ્ટ શેર કરતી વખતે તેણે કહૃાું હતું કે લાઈગર ૯ સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.