નેહા કક્કડે ભાઈ ટોનીને આપી મોટી ગિટ, ઘરમાં બનાવડાવી ક્રિકેટ પીચ

બોલિવુડની પ્લેબેક સિંગર નેહા કક્કડ હાલ સિંગીગ રિયાલિટી શો ’ઈન્ડિયન આઈડલ ૧૨’ જજ કરી રહી છે. સિંગર તેના ભાઈ-બહેનને કેટલો પ્રેમ કરે છે, તે વાત સૌ જાણે છે. બુધવારે નેહા કક્કડે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક રિલ શેર કરી છે, જેમાં તે તમામને એક ક્રિકેટ પીચ બતાવતી જોવા મળી છે. જે તેના ઘરના ગાર્ડન એરિયામાં બનાવાઈ રહી છે.

નેહા કક્કડ તેના ભાઈ ટોની માટે આ પીચ બનાવડાવી રહી છે અને તેને ગિટ તરીકે આપી છે. નેહાએ રિલ શેર કરીને કેપ્શનમાં લખ્યું, ’ઘરમાં ક્રિકેટ પીચ. વર્ક ઈન પ્રોગ્રેસ. ગિટ કેવી લાગી? જ્રટોનીકક્ક્ડ-તમારી નાની બહેન ઈંનેહાકક્ક્ડ’. બેકગ્રાઉન્ડમાં ટોનીનું હાલમાં રિલીઝ થયેલું સોન્ગ ’તેરા સૂટ’ વાગી રહૃાું છે.

ટોની કક્કડે નેહાની આ પોસ્ટ પર કોમેન્ટ કરીને તેનો આભાર માન્યો છે. ટોનીએ લખ્યું, ’હંમેશા માટેની શ્રેષ્ઠ ગિટ નેહૂ. હું નસીબદાર છું. આભાર. તું સાચેમાં ભગવાનનું બાળક છે. લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત. તારી ઉપલબ્ધિઓ મને વધારે મહેનત કરવા માટે પ્રેરણા આપે છે’. તો રોહનપ્રીત સિંહે કોમેન્ટ કરી, ’વાઉ, બાબુ આ તો માત્ર ટોની ભાઈ માટે જ નહીં પરંતુ હકીકતમાં મારા માટે પણ સરપ્રાઈઝ ગિટ બની ગઈ’.

ટોની કક્કડે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ વીડિયો શેર કર્યો છે અને સાથે લખ્યું, ’મ્યૂઝિકની સુપરસ્ટાર. નેહા કક્કડ કંઈ પણ કરી શકે છે. બોસ ગર્લ નેહૂ’. હાલમાં, નેહા કક્કડે પતિ રોહનપ્રીત સાથે લગ્ન બાદની પહેલી હોળી મનાવી હતી.