નોરા ફતેહીએ ખુદને ગિટ કરી રૂ.૫૫.૪૦ લાખથી શરૂ થતી બીએમડબલ્યુ ૫ સિરીઝ

’સત્યમેવ જયતે’ના ’દિલબર’ અને ’સ્ટ્રીટ ડાન્સર ૩ડી’ના ’ગરમી’ જેવા સોન્ગથી ઓડિયન્સનું દિલ જીતી ચૂકેલી એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીએ ખુદને લક્ઝરી કાર ગિટ કરી છે. રિપોર્ટ્સ મુજબ હાલમાં જ એક્ટ્રેસે બીએમડબલ્યુ૫-સિરીઝની ગાડી ખરીદી છે. એવું જણાવાઈ રહૃાું છે કે આ કારની એક્સ શો-રૂમ કિંમત ભારતમાં ૫૫.૪૦ લાખથી શરૂ થાય છે અને તેનું ટોપ વેરિઅન્ટ ૬૮.૩૯ લાખ સુધી આવે છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે નોરાએ કયુ વેરિઅન્ટ લીધું છે. જ્યારે ભારત આવી ત્યારે માત્ર ૫૦૦૦ રૂપિયા હતા પાસે નોરાએ ૨૦૧૯માં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે તે કેનેડાથી ઇન્ડિયા આવી હતી,

ત્યારે તેની પાસે માત્ર ૫૦૦૦ રૂપિયા હતા. નોરાએ કહૃાું હતું, હું માત્ર ૫૦૦૦ રૂપિયા લઈને આવી હતી. હું જે એજન્સીમાં કામ કરતી હતી, ત્યાંથી દર અઠવાડિયે મને ૩૦૦૦ રૂપિયા મળતા હતા. આટલી રકમમાં ડેલી રૂટિન મેનેજ કરવું મુશ્કેલ હતું. પણ મેં બધું સ્માર્ટલી મેનેજ કર્યું, જેથી અઠવાડિયાને અંતે પૈસા પૂરા ન થઇ જાય.