નૌશેરામાં સીઝરફાયરનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો: ૨ પાકિસ્તાની સૈનિક ઠાર

ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલ પર નૌશેરા સેક્ટરની પાર બે પાકિસ્તાની સૈનિકને ઠાર માર્યા છે. મંગળવારે પાકિસ્તાન તરફથી અહીં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ પણ તેનો કરારો જવાબ આપ્યો અને પાકિસ્તાનના બે સૈનિકનાં ઢીમ ઢાળી દીધાં હતાં. સેનાનાં સૂત્રોએ બુધવારે આ માહિતી આપી હતી.
આ પહેલાં ૧૦ ડિસેમ્બરે પાકિસ્તાની સેનાએ સરહદ પર આખી રાત ગોળીબાર કર્યો હતો. ફાયિંરગનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરનું પૂંછ સેક્ટર હતું. ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના પાંચ સૈનિક માર્યા ગયા હતા. તેના ત્રણ સૈનિક ઘાયલ પણ થયા હતા.
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં ૨૬ નવેમ્બરના રોજ પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં ભારતીય સેનાના એક કોન્સ્ટેબલ શહીદ થયા હતા. ભારતે પણ પાકિસ્તાની સેનાને તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો.