ન્યુઝીલેન્ડના વડા પ્રધાને ચૂંટણી પહેલાં ઓકલેન્ડમાં રાધાકૃષ્ણ મંદિરની મુલાકાત લીધી

ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા અર્ડર્ને સપ્ટેમ્બરમાં થનાર રાષ્ટ્રીય ચૂંટણી પહેલાં ઓકલેન્ડમાં રાધાકૃષ્ણ મંદિરની મુલાકાત કરી હતી. આ દરમિયાન અર્ડર્ને ભારતીય શાકાહારી ખોરાક છોલે-પૂરી અને દૃાળનો સ્વાદ માણ્યો હતો. ૪૦ વર્ષીય અર્ડર્ન પોતાની પાર્ટીને જીત અપાવવા માટે મતદૃારોને રિઝવવા માટેના ભરપૂર પ્રયાસો કરી રહી છે. મંદિરમાં જતાં પહેલાં જેસિન્ડાએ પોતાના જૂતાં મંદિરની બહાર ઉતાર્યા હતા. ન્યુઝિલેન્ડમાં ભારતીય દૃૂતાવાસના મુક્તેશ પરદૃેસીએ ટ્વીટ કરીને પીએમ જેસિન્ડા અર્ડર્નની સાથે ઈન્ડિયન ન્યુઝ લિક્ધ કાર્યક્રમ દરમિયાન ૬ ઓગસ્ટ, ૨૦૨૦ની અમુક અમૂલ્ય ક્ષણય અર્ડર્ને રાધાકૃષ્ણ મંદિરમાં પ્રાથનામાં પણ ભાગ લીધો હતો.
પાર્ટી માટે ચૂંટણી પ્રચારના સત્તાવાર એલાન બાદ પીએમ જેસિન્ડાએ ઓકલેન્ડના બજારની મુલાકાત કરી હતી. જ્યાં તેઓએ ખેડૂતો સાથે વાતચીત કરી હતી. અને આ દરમિયાન તેઓની સાથે સેલ્ફી પડાવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહૃાો હતો. અર્ડર્નની લેબર પાર્ટી ચૂંટણી પૂર્વે તમામ પોલમાં આગળ હોવાનું જણાવવામાં આવી રહૃાું છે. કોરોના વાયરસની મહામારીને લઈ વિપક્ષી નેશનલ પાર્ટીએ પીએમ જેસિન્ડા પર લાપરવાહીનો આરોપ લગાવ્યો છે. તેઓનું કહેવું છે કે. અર્ડર્નના કાર્યકાળમાં દૃેશના વિકાસની ગતિ ધીમી થઈ છે. જ્યારે અર્ડર્ને વિપક્ષના આ આરોપોને ફગાવી દૃીધા હતા. હવે સપ્ટેમ્બરમાં થનાર ચૂંટણી પર સૌ કોઈની નજર છે.