ન્યુ દિલ્હીમાં કૃષિ મંત્રી શ્રી રૂપાલાની અધ્યક્ષતામાં શ્રી સંઘાણી તેમજ એનસીડીસીનાં ચેરમેન શ્રી નાયકની ઉપસ્થિતીમાં કૃષિ મીટીંગ યોજાઇ

અમરેલી,સહકારી પ્રવૃતિનો વ્યાપ વધારવા સાથે અન્ય ક્ષેત્રોને પણ સહકારી પ્રવૃતિ અને કાર્યપધ્ધતીથી લાભાન્વિત કરવાના પ્રયાસો હાથ ધરવા તેમજ જન જન અને મન મન સુધી સહકારીતાને આગળ ધપાવવા એન.સી.ડી.સી. ન્યુ દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી પરશોતમભાઈ રૂપાલાની અધ્યક્ષતામા, દિલીપ સંઘાણીની ઉપસ્થિતીમાં ખેતી લક્ષી મીટીંગ યોજાય હતી તેમજ કૃષિ ક્ષેત્રે ખેડુતોની આવક બમણી કરવા વડાપ્રધાન મોદીજીના સ્વપ્ન સાકાર કરવા યુવાનોને આગળ આવવા  તેમજ સહકારીતાને એક આંદોલન તરીકે લેવામાં આવવુ જોઈએ જેથી સ્થાનિક લોકોને આત્મનિર્ભર તથા આર્થિક સશક્ત બનવા જોઈએ તેવા પ્રયાસો હાથ ધરવા જોઈએ. સંઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે દેશમાં વિદેશી કંપનીઓ દ્રારા વધુ પડતુ મુડી રોકાણ કરવામાં આવી રહયુ છે તેના પિરણામ સ્વરૂપે દેશમાંથી જે નફો થાય છે તે દેશના નાણા વિદેશમાં ચાલ્યા જાય છે સહકારી ક્ષેત્રે જ એક એવુ ક્ષેત્ર છે જે સંપુર્ણ સ્વદેશી પધ્ધતીથી ચાલતુ ક્ષેત્ર છે જે આપણા દેશના નાણા દેશની અંદર જ રહે છે અને છેવાડાના માનવી સુધી પહોચે છે. ગ્રામ્ય દૈનિક પ્રવૃતિ સહકારના ભાવનાથી જ ઉદભવે છે અને તેનો લાભ છેવાડાના ગામ અને ગ્રામીણ સુધી વિસ્તરે છે. દેશ-રાજયની સહકારી પ્રવૃતિમા હવે ધીરે..ધીરે યુવાપ્રતિભા આગળ આવીને કાર્યકુશળતાનો લાભ સહકારી પ્રવૃતિમા રેડી રહી છે. એન.સી.યુ.આઈ. ના ચેરેમન શ્રી દિલીપ સંઘાણી સહકારી માળખાને ગતિશીલ બનાવવા અને તેમા યુવાશક્તિને આગળ આવવા જણાવેલ હતુ તેમ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવાયેલ છે.