ન્યૂઝીલેન્ડને અલવિદા, હવે યુએસએ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે કોરી એન્ડરસન

ઓલરાઉન્ડર કોરી એન્ડરસન (૩૦)એ ન્યૂઝીલેન્ડ ટીમ તરફથી ન રમવાનો નિર્ણય લીધો છે. તે હવે અમેરિકન ટીમ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમશે. એન્ડરસને ૧ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ વનડેમાં સૌથી ઝડપી ૩૬ બોલમાં સદી મારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેના એક વર્ષ પછી સાઉથ આફ્રિકાના એબી ડિવિલિયર્સે ૩૧ બોલમાં સેન્ચુરી મારીને આ રેકોર્ડ તોડ્યો હતો. આ બંને સદી વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ફટકારવામાં આવી હતી.
એન્ડરસન હવે અમેરિકામાં ક્રિકેટની શરૂઆત ઘરેલૂ મેજર લીગ ટી-૨૦માં કરશે. આ ટૂર્નામેન્ટ ૨૦૨૨માં થશે. અમેરિકાનો પ્રયાસ વનડે ક્રિકેટમાં સ્ટેટ્સ મેળવવાનો છે. આના લીધે તેઓ મોટા ખેલાડીઓને સામેલ કરવાનો પ્રયત્ન કરી રહૃાા છે. એન્ડરસનની મંગેતર અમેરિકન છે. તેનું નામ મેરી શામ્બર્ગર છે. કોરોનાને લીધે એન્ડરસને લોકડાઉનનો સંપૂર્ણ સમય અમેરિકાના ટેક્સાસમાં વિતાવ્યો હતો.
આ દરમિયાન તે અમેરિકન ક્રિકેટ બોર્ડ સાથે સંપર્કમાં આવ્યો અને તેણે આ નિર્ણય લીધો. અમેરિકન ક્રિકેટર બોર્ડ પહેલા જ સાઉથ આફ્રિકાના પૂર્વ ખેલાડી રસ્ટી થેરોન અને ડેન પિએટનો ટીમમાં સમાવેશ કર્યો છે. હવે તેમની નજર પાકિસ્તાનના ટેસ્ટ ક્રિકેટર સામી અસલમ અને ઇંગ્લેન્ડને ૨૦૧૯નો વર્લ્ડ કપ જિતાડનાર લિયામ પ્લેક્ધટ પર છે.