ન્યૂઝીલેન્ડને હરાવી વનડેમાં સતત ૨૧મી જીત મેળવી ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે રચ્યો ઈતિહાસ

ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડને ત્રીજી અને અંતિમ વનડેમાં ૨૩૨ રને સજ્જડ પરાજય આપીને રેકોર્ડ જીત હાસિલ કરી છે. આ ઓસ્ટ્રેલિયાની ન્યૂઝીલેન્ડ પર વનડેમાં સૌથી મોટી જીત છે. પહેલા બેિંટગ કરતા ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટ ગુમાવી ૩૨૫ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. મેગ લેિંનગના સ્થાને આગેવાની કરી રહેલા રિચેલ હાયનેસે ઓસ્ટ્રેલિયા માટે ૯૬ અને એલિસા હીલીએ ૮૭ રન ફટકાર્યા હતા. રિચેલે ૧૦૪ બોલનો સામનો કરી ૧૦ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. હીલીએ ૮૭ બોલનો સામનો કર્યો અને ૧૩ બાઉન્ડ્રી અને એક સિક્સ ફટકારી હતી. ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ ૨૭ ઓવર રમ્યા બાદ પણ ૧૦૦નો આંકડો પાર ન કરી શકી અને ૯૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ટીમની સ્થાર ખેલાડી સોફી ડિવાઇન અને એમિલા કેર પ્રથમ બોલ પર શૂન્ય રને આઉટ થઈ હતી. તેના માત્ર બે બેટ્સમેન બે આંકડાના સ્કોરને પાર કરી શક્યા હતા. ટીમ માટે સૌથી વધુ રન એમી સ્ટારવેટે બનાવ્યા. તેણે ૪૧ રનની ઇનિંગ રમી હતી. આ સિવાય મેડી ગ્રીને ૨૨ રનનું યોગદૃાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા માટે મેગન શટ, જેસ જોનાસે, એશ્ર્લે ગાર્ડનર અને સોફી મોલીનેયુક્સે બે-બે વિકેટ ઝડપી હતી. આ જીતની સાથે મહિલા ટીમે પોતાની પુરૂષ ટીમની બરાબરી કરી લીધી છે.
આ ઓસ્ટ્રેલિયા મહિલા ટીમની વનડેમાં સતત ૨૧મી જીત છે અને રિકી પોન્ટિંગની પુરૂષ ઓસ્ટ્રેલિયન ટીમે પણ સતત ૨૧ વનડેમાં જીત હાસિલ કરી છે. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે ૧૨ માર્ચ ૨૦૧૮થી આ વિજય યાત્રા શરૂ કરી છે. આ દરમિયાન તેણે ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને ફરી ન્યૂઝીલેન્ડને ત્રણ મેચોની વનડે સિરીઝમાં ક્લીનસ્વિપ કરી છે.