ન્યૂયર મનાવવા ઉપડ્યા આલિયા-રણબીર કપૂર

બોલિવુડના સેલેબ્સ દર વર્ષે ન્યૂ યર મનાવવા માટે પોતાના ફેવરિટ ડેસ્ટિનેશને પહોંચી જતા હોય છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ન્યૂ યર માટે ગોવા તો અરબાઝ અને તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા સેલિબ્રેશન માટે દુબઈ પહોંચી ગયા છે. ત્યારે આજે (૨૯ ડિસેમ્બર) રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ એરપોર્ટ પર સ્પોટ થયા હતા.

આલિયા અને રણબીર ન્યૂ યર સેલિબ્રેશન માટે ક્યાંક જઈ રહૃાા હોવાનું માનવામાં આવી રહૃાું છે. આ લવબર્ડ્સની સાથે તેમનો પરિવાર પણ જોડાયો છે. જેમાં નીતૂ કપૂર, રિદ્ધિમા કપૂર, તેનો પતિ ભરત, દીકરી સમારા સાહની તેમજ આલિયાની મમ્મી સોની રાઝદાન અને બહેન શાહીન ભટ્ટનો સમાવેશ થાય છે. એરપોર્ટ પર આલિયા નીતૂ કપૂરને હગ કરતી જોવા મળી હતી.

ટ્રિપ માટે રણબીર કપૂરે બ્લૂ ટ્રેક સૂટ અને આલિયાએ ઓલિવ કોર્ડ સેટ પસંદ કર્યો હતો. જ્યારે રિદ્ધિમા અને નીતૂ કપૂર બ્લેક ડેનિમ અને ટી-શર્ટમાં જોવા મળ્યા હતા. આલિયાની મમ્મીએ બ્લૂ ડેનિમ, વ્હાઈટ ટોપ તો શાહીને બ્લેક ડેનિમ અને ઓરેન્જ હૂડી પહેરી હતી.