પંજાબના કેપ્ટન રાહુલે કહૃાું, ધોની-કોહલી અને રોહિતને જોઈને કપ્તાની શીખ્યો

આઈપીએલની આ સીઝનમાં પ્રથમ વખત કિંગ્સ ઇલેવન પંજાબની કપ્તાની કરનાર કેએલ રાહુલ મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્માથી ઘણો પ્રભાવિત છે. તે કહે છે કે આ ત્રણેયને જોઇને તેણે કેપ્ટનશીપની યુક્તિઓ શીખી લીધી છે. આ વર્ષે આઈપીએલમાં, તે પણ આ ત્રણની જેમ પોતાની ટીમને આગળ લઇ જવાનો પ્રયાસ કરશે. તેણે દૃુબઈથી આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ વાત કહી હતી.
રાહુલને જ્યારે તેની કેપ્ટનશિપમાં કોહલી અથવા ધોની જેવી સમાનતા જોવા મળશે કે નહિ તે અંગે પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા ત્યારે તેણે કહૃાું કે કોહલી, ધોની અને રોહિત છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી પ્રેરણાદૃાયી ક્રિકેટરો અને લીડર્સ છે. તેમની હેઠળ રમવાની તક મળવી એ શીખવા જેવું છે. તેણે કહૃાું કે, કોહલી અને ધોનીનું વ્યક્તિત્વ અલગ-અલગ છે. અને કપ્તાની કરવાની રીત પણ જુદી છે. પરંતુ ટીમ માટે તેમનું ઝનૂન એક સરખું છે,
તેઓ હંમેશા જીતવા અને ટીમને આગળ લઈ જવા માગે છે. રાહુલે વધુમાં કહૃાું કે, તેણે માત્ર ભારતીય કેપ્ટન જ નહીં, પણ વિરોધી ટીમના કપ્તાન પાસેથી પણ નેતૃત્વની આવડત શીખી છે. તેણે કહૃાું કે મેં હંમેશા શીખવા પર ધ્યાન આપ્યું હતું. તમે રોહિત (મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન) કેન વિલિયમસન જેવા ખેલાડીઓને જોઈને ઘણું શીખો છો. હું આશા રાખું છું કે જે વસ્તુઓ મેં તેમને જોઈને શીખી છું તે મારા મગજમાં ક્યાંક છે જેથી હું તેનો ઉપયોગ ટૂર્નામેન્ટ દરમિયાન કરી શકું.