પંજાબના ભિંટડાના મિલિટરી સ્ટેશન પર ફાયિંરગ, ૪ લોકોના થયા મોત

ભટીંડા,તા.૧૨
પંજાબના ભિંટડાના આર્મી વિસ્તારમાં ફાયિંરગના સમાચાર સામે આવ્યા છે. સેનાએ કેન્ટોનમેન્ટ વિસ્તારને સીલ કરી દૃીધો છે. સેનાના સાઉથ વેસ્ટર્ન કમાન્ડે એક નિવેદૃન જારી કરીને જણાવ્યું છે કે, આજે સવારે ૪.૩૫ કલાકે ભિંટડા મિલિટરી સ્ટેશનની અંદૃર ફાયિંરગ થઇ હતી. ભિંટડા મિલિટરી સ્ટેશનની અંદૃર ફાયિંરગમાં ચાર લોકોના મોતના સમાચાર છે. ભિંટડા મિલિટરી સ્ટેશન શહેરને અડીને આવેલું છે. આ એક જૂનું અને ખૂબ મોટું લશ્કરી સ્ટેશન છે. અગાઉ તે શહેરથી દૃૂર હતુ. પરંતુ શહેરના વિસ્તરણને કારણે તે શહેરની ખૂબ નજીક આવી ગયું છે. આ મિલિટરી સ્ટેશનની બહાર કોઈપણ સામાન્ય વાહન પહોંચી શકે છે. સામાન્ય રીતે આ સ્ટેશનની સુરક્ષા માટે જબરદૃસ્ત વ્યવસ્થા હોય છે. કહેવામાં આવી રહૃાું છે કે, ફાયિંરગની ઘટના ઓફિસર્સ મેસની અંદૃર બની હતી. જોકે, એ સ્પષ્ટ નથી થયું કે મૃતકોમાં સૈનિકોનો પણ સમાવેશ થાય છે કે કેમ. મીડિયા રિપોર્ટ્સમાં તેને પરસ્પર સંઘર્ષ ગણાવવામાં આવી રહૃાો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં પોલીસને પણ મિલિટ્રી સ્ટેશનની અંદૃર જવા દૃેવામાં આવતી નથી. જોકે, પોલીસ સતત અંદૃર જવાનો પ્રયાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર જે ૪ લોકોના મોત થયા છે. તે ૮૦ મીડીયમ રેજિમેન્ટના છે. રિપોર્ટ અનુસાર, થોડા દિૃવસો પહેલા યુનિટ ગાર્ડના રૂમમાંથી એક ઇન્સાસ એસોલ્ટ રાઈફલ ગુમ થઈ ગઈ હતી. કહેવામાં આવી રહૃાું છે કે, ફાયિંરગ કરનાર વ્યક્તિ સાદૃા કપડામાં હતો. ગુમ થયેલા હથિયારની શોધ ચાલુ છે. પંજાબ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં કોઈ આતંકવાદૃી એંગલ સામે નથી આવી રહૃાું, પરંતુ દૃરેક એંગલ પર તપાસ કરવામાં આવી રહી છે.