પંજાબમાં ડ્રાઇવરની ભૂલથી ટ્રક બેકાબૂ ટ્રકે તબાહી મચાવી, ૩ના દર્દનાક થયા મોત

પંજાબના નવાંશહેર જિલ્લાના બેગરામ વિસ્તારમાં મંગળવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યારે એક પથ્થરોથી ભરેલા બેકાબૂ ટ્રકે એક કારને ટક્કર મારી દીધી. દૃુર્ઘટનામાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. ઘટના તે સમયે થઈ જયારે નવાંશહર જિલ્લાના બેહરામ વિસ્તારમાં પધવાડા-બંગા રાષ્ટ્રીય રાજમાર્ગ પર બીજી લેનથી આવી રહેલા ટ્રકે ટર્ન લીધો અને નિયંત્રણ ગુમાવી દીધું. સીસીટીવી કેમેરાના ફુટેજ અનુસાર ટ્રકને વિપરીત દિશાથી આવી રહેલી એક કારને કચડૃતા પોતાની તરફ વળતા પહેલા નિયંત્રણ ગુમાવતો જોઈ શકાય છે. બેહરામ ક્ષેત્રના પધવાડા-બંગા નેશનલ હાઈવે પર દૃુર્ઘટનામાં ટ્રકે કારનો ભુક્કો બોલાવી દીધો, જેમાં પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માતમાં માતા-પિતા અને પુત્રનું મોત થયું છે. આ સિવાય અન્ય એક કારને પણ નુકસાન પહોંચ્યું છે. પરંતુ તે કારમાં સવાર લોકો બચી ગયા હતા. દૃુર્ઘટનાની માહિતી મળતા પંજાબ પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઘટનાસ્થળેથી ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ આરોપીની ધરપકડ કરવા માટે દરોડા પાડી રહી છે.