પંજાબમાં બીએસએફએ ઘૂસણખોરી કરતા પાંચ પાકિસ્તાનીને ઠાર કર્યા

  • ઘૂસણખોરો પાસેથી બીએસએફને એકે-૪૭, એક પિસ્તોલ અને પીઠુ બેગ મળી
  • બીએસએફના જવાનોએ ઘૂસણખોરોને આત્મસમર્પણનું કહેતા ફાયિંરગ કર્યુ અંતે ઠાર 

બોર્ડર સિક્યોરિટી ફોર્સએ ભારત-પાકિસ્તાન સરહદ પર પાંચ ઘૂસણખોરોને ઠાર કરી દીધા છે. પંજાબના તરણ તારણથી પાંચ પાકિસ્તાની સરહદ પાર કરવાની કોશિષ કરી રહૃાા હતા. ત્યારે બીએસએફની ૪૭ બટાલિયને પાંચેયને ઠાર કરી દીધા. અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહૃાું છે કે આ ઘૂસણખોરો પાકિસતાની આતંકી છે કે સ્મગલર.
બીએસએફ દ્વારા રજૂ કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર ૧૦૩ બટાલિયનના જાગૃત સૈનિકોએ તરન તારણની આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘુસણખોરોને જોયા હતા. તેમને સમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું. ઘુસણખોરોએ બીએસએફના જવાનો પર ફાયિંરગ શરૂ કરી દીધું હતું. આથી જવાબી કાર્યવાહીમાં પાંચ ઘુસણખોરો માર્યા ગયા છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.
બીએસએફનું કહેવું છે કે તેમની પાસેથી એકે -૪૭, એક પિસ્તોલ અને એક પીઠ્ઠુ બેગ મળી આવી છે. શસ્ત્રો અને બેગ કબજે કરી તપાસ શરૂ કરી છે. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય સરહદ પર ચાંપતો બંદોબસ્ત વધારી દૃેવાયો છે. બીએસએફના જવાનો મુસ્તૈદીથી ઘુસણખોરીના પ્રયાસને રોકવાનો પ્રયાસ કરી રહૃાા છે.
મ્જીહ્લએ ગુરદૃારપુર સેક્ટરમાં બીઓપી ચંદૃૂ વડાલાની નજીક ૮૯ બટાલિયને જવાનો અને એસટીએફ (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ)એ થોડા સમય પહેલા ૫ કિલો હેરોઇન જપ્ત કર્યું હતું. પાકિસ્તાની તસ્કર પાસેથી હેરોઇન મંગાવનાર એક યુવક સુખિંવદરસિહ કાકાની ધરપકડ કરવામાં આવી હતી.
અગાઉ આતંકવાદૃીઓએ ગુજરાત-રાજસ્થાન સરહદ પરથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જ્યાં ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા ઘૂસણખોરોને બીએસએફના જવાનોએ ઠાર કરી દીધા હતા. બીએસએફના જવાનોએ જોયું કે એક વ્યક્તિ પાકિસ્તાનથી સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહૃાો હતો. તેને રોકાવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તે બેરીકેડ્સ પાર કરી દોડવા લાગ્યો હતો. ત્યારબાદ બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ તેમના ઉપર ફાયિંરગ કર્યું અને ઘુસણખોરને ત્યાં જ ઠાર કરી દીધો હતો. આ અગાઉ પણ બોર્ડર સિક્યુરિટી ફોર્સે પાકિસ્તાન દ્વારા દિવસ દરમિયાન ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. જો કે, રાત્રિ દરમિયાન આ ક્ષેત્રમાં ઘુસણખોરી કરવાનો પ્રથમ વખત પ્રયાસ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, સરહદ પર સુરક્ષા દળોની તાકીદને કારણે પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી હંમેશા નિષ્ફળ જાય છે. પંજાબમાં આતંકવાદૃી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા ઉપરાંત ડ્રગના વેપારમાં ઘુસણખોરીના પ્રયાસો પણ કરવામાં આવે છે.