પંતના ચશ્માની મજાક ઓસ્ટ્રેલિયન કોચને પડી ભરી, ચાહકોએ ઉધડો લેતા કરવી પડી સ્પસ્ટતા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનમાં રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયન કોચ શેન વોર્ન ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતના ચશ્માની મજાક ઉડાવી હતી. જો કે ત્યારબાદ ભારતીય પ્રશંસકો તેના પર બગડ્યા હતા અને શેન વોર્ન ટ્રોલ થયો હતો. સફાઇ આપતા શેન વોર્ને કહૃાુ કે મેચના બીજા દિવસે પંતે શાઇનીંગ સનગ્લાસ પહેર્યા હતા. આ દરમિયાન શેન વોર્ન અને કેરી ઓ ફીફે આ અંગે વાત કરી હતી. વોર્ને તો પંતના સનગ્લાસને જોઇને કહૃાુ કે એવુ લાગી રહૃાુ છે કે પંત જાણે કે કોઇ સર્વિસ સ્ટેશનથી આવી રહૃાો છે. જો કે, આ ટિપ્પણી પછી, ઓસ્ટ્રેલિયન કોચ શેન વોર્ન પર પ્રશંસકો ભડક્યા હતા ભારતીય પ્રશંસકોએ વોર્નને ટ્રોલ કર્યો હતો.

પ્રશંસકોએ જોરદાર ક્લાસ લગાવતા શેન વોર્નને સોશિયલ મીડિયા પર સફાઇ આપવી પડી હતી. વોર્ને કોમેન્ટ્રી આપતા કીફને પૂછ્યું કે પંતના ચળકતા સનગ્લાસ વિશે તે શું કહે છે. શું તે સીધો સર્વિસ સ્ટેશનથી આવ્યો હોય તેવું નથી લાગતુ? વોર્ને ભારતીય ઓપનર શિખર ધવનની તસવીર પણ બતાવી હતી, જેમાં ધવન એક અલગ ગ્લાસમાં જોવા મળી રહૃાો છે. વોર્ને તેની પણ આ વિશે મજાક કરી હતી. તેમણે કહૃાું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા ખરાબ ચશ્મા જોવા મળ્યા હતા.તેણે કહૃાું કે ધવન તેમને ચશ્મા જેવી જૂની ફિલ્મોમાંથી બહાર લાવ્યો છે.

લાગે છે કે આ માટે તેમને વાઇપરની જરૂર પડશે. આ વાતચીત પછી વોર્ન સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યો. વોર્ને ફોક્સ ક્રિકેટના ટ્વિટને રિટ્વીટ કર્યું હતું અને ચાહકોએ ક્લાસ લગાવ્યા બાદ સ્પષ્ટતા કરી હતી. વોર્ને કહૃાું કે મેં કોમેન્ટ્રી દરમિયાન કહૃાું. આપણા બધા પાસે આવા ચશ્મા છે. આ એક સામાન્ય મજાક જ હતી બીજુ કંઇ ખાસ નહી.