પંતના વસીમભાઇવાળા નિવેદન પર સ્પિનર અક્ષર પટેલે કર્યો મોટો ખુલાસો

ભારતીય ટીમનો વિકેટ કીપર ઋષભ પંત ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં શાનદાર વિકેટ કીપિંગ કરી રહૃાો છે. પંતે ચેન્નાઈમાં રમાયેલી બીજી ટેસ્ટમાં શાનદાર કેચ પકડ્યા હતા અને સ્ટમ્પિંગ પણ કર્યું હતું. પંતનું આ પ્રદર્શન અમદાવાદમાં પણ ચાલુ છે. પંત વિકેટ પાછળ ઘણો એક્ટિવ રહે છે. કોમેન્ટ કરવાની સાથે તે બોલરને ઘણી મદદ પણ કરતો રહે છે.
અમદાવાદ ટેસ્ટ મેચમાં પંત વિકેટની પાછળ સ્પિનર અક્ષર પટેલને વસીમ કહીને બોલાવતો હતો. ક્રિકેટ ફેન્સ વિચારમાં પડી ગયા હતા કે આખરે પંત અક્ષરને વસીમ કહીને કેમ બોલાવી રહૃાો છે. જોકે રાજનો પર્દૃાફાશ ખુદ અક્ષર પટેલે જ કરી દીધો છે. મેચ બાદ જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો ત્યારે અક્ષર પટેલે કહૃાું કે, પંતને લાગતું હતું કે મારી આર્મ બોલ વસીમ અકરમની જેમ લાગે છે. આ કારણે તે મને વસીમ નામથી બોલાવતો હતો. અક્ષર પટેલે કહૃાું કે અજીંક્ય રહાણે મને આ જ નામે બોલાવે છે અને હવે પંત પણ તેને અનુસરવા લાગ્યો છે.
પોતાના હોમ ગ્રાઉન્ડમાં અને ઘરેલુ લોકોની સામે રમવા અંગે અક્ષર પટેલે કહૃાું કે, આ સપનુ સાકાર થવા બરાબર છે.તમે તમારા લોકો સાથે સારૂ પ્રદર્શન કરી રહૃાા હતા. ટેસ્ટની તૈયારી અંગે તેમણે કહૃાું કે, જ્યારે પણ હુ ફર્સ્ટ ક્લાસ અને ઈન્ડિયા-એ માટે રમતો હતો ત્યારે મગજમાં એ જ ચાલતુ હતું કે જો હુ અહિયા સારૂ પ્રદર્શન કરીશ તો ટેસ્ટમાં રમવાનો મોકો મળશે અને હાલમાં એવુ જ થઈ રહૃાું છે.
રેડ અને પિંક બોલ વચ્ચેના અંતર વિશે અક્ષર પટેલે કહૃાું કે, પિંક બોલમાં શાઈન વધુ જોવા મળી હતી. અને આજ કારણે તે સ્કિટ પણ વધુ કરી રહી હતી. રેડ બોલની જગ્યાએ તેનો વજન પણ ઓછો લાગી રહૃાો હતો. મેચમાં તેમણે બેયરસ્ટોની વિકેટને શ્રેષ્ઠ ગણાવી હતી. અક્ષરે તેને બીજી પારીમાં બોલ્ડ કર્યો હતો.