પંતને ઉપરના ક્રમે બેટિંગમાં મોકલવાનો આઇડિયા કોહલીનો હતો: વિક્રમ રાઠોડ

ઑસ્ટ્રેલિયાની વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની અંતિમ બે મેચોમાં ઋષભ પંતને બેટિંગ ક્રમમાં ઉપર મોકલવામાં આવ્યો. પહેલા સિડની અને પછી બ્રિસબેનમાં તેણે ધમાકેદાર પ્રદર્શન કર્યું. ભારતીય ટીમને પંતની રમતથી ઘણો જ ફાયદો થયો અને તેને સિરીઝ જીતવામા મદદ મળી.

સિડની ટેસ્ટની અંતિમ ઇનિંગમાં ૯૭ રન બનાવ્યા. ભારત જે મેચ હારતુ જોવા મળી રહૃાું હતુ, તે પંતની બેટિંગના કારણે એક સમય પર જીતની નજીક પહોંચી ગયું હતુ. આખરે આ મેચ જો કે ડ્રૉ રહી, પરંતુ પંતે ઑસ્ટ્રેલિયાના તંબૂમાં ખળભળાટ મચાવી દીધો. ત્યારબાદ ગાબામાં પંતે અણનમ ૮૯ રન બનાવ્યા. આની મદદથી ભારતે ઑસ્ટ્રેલિયાઈ કિલ્લાને ધ્વસ્ત કર્યો. ભારતીય ટીમના બેટિંગ કૉચ વિક્રમ રાઠોડે કહૃાું કે, આ ડાબોડી બેટ્સમેનને બેટિંગ ઑર્ડરમાં ઉપર મોકલવાનો વિચાર નિયમિત કેપ્ટન વિરાટ કોહલીનો હતો. રાઠોડે જણાવ્યું કે, પેટરનિટી લીવ પર જતા પહેલા કોહલી જ આ આઇડીયા આપીને ગયો હતો.

ભારતીય ટીમના ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની યૂટ્યૂબ ચેનલમાં આ વાતનો તેમણે ખુલાસો કર્યો છે. અશ્વિને જ્યારે રાઠોડને આ વિશે પુછ્યું તો તેમણે કહૃાું કે,  ખરેખર મારો નિર્ણય નહોતો. હું આ માટે ક્રેડિટ ના લઈ શકું. આ પહેલી ટેસ્ટ મેચ બાદ શરૂ થયું, જ્યારે આપણને હાર મળી હતી.” રાઠોડે કહૃાું કે,  આ પહેલા જ વિરાટ, અજિંક્ય સાથે વાત કરી હતી અને પછી વિરાટના જતા પહેલા અમે બધા સાથે મળ્યા હતા. જ્યાં અમે ચર્ચા કરી રહૃાા હતા તો વિરાટે આ આઇડિયા આપ્યો હતો જો હું સાચું કહું તો.