પંતે સૌથી ઓછી ઇનિંગ્સમાં એક હજાર રન ફટકારી ધોનીનો રેકોર્ડ તોડ્યો

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની ચોથી અને છેલ્લી ટેસ્ટનો આજે અંતિમ દિવસ છે. ટી બ્રેક સમયે ભારતનો સ્કોર ૩ વિકેટના નુકસાન પર ૧૮૩ રન છે. ચેતેશ્ર્વર પુજારા ૪૩ અને રિષભ પંત ૧૦  રને રમી રહૃાા છે.  શુભમન ગિલ ૯૧ રન બનાવી આઉટ થયો હતો.  ભારતે ૧૮ રનના સ્કોર પર રોહિત શર્મા (૭ રન)ની વિકેટ ગુમાવી દીધી હતી.

પંતે ૧૦ રન બનાવવા દરમિયાન ધોનીને મોટો રેકોર્ડ તોડ્યો હતો. પંત ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ઈનિંગમાં એક હજાર રન બનાવનારો પ્રથમ વિકેટકિપર બેટ્સમેન બન્યો હતો. તેણે ૨૭મી ઈનિંગમાં જ આ કારનામું કર્યું હતું. જ્યારે ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાં ૧૦૦૦ રન પૂરા કરવા માટે ૩૨ ઈનિંગ લીધી હતી.

ફારૂક એન્જિનિયરે ૩૬ ઈનિંગમાં, રિદ્ધીમાન સાહાએ ૩૭ ઈનિંગમાં અને ગુજરાતના નયન મોંગિયાએ ૩૯ ઈનિંગમાં ટેસ્ટ ક્રિકેટમાં ૧૦૦૦ રન પૂરા કર્યા હતા.