પગમાં ફ્રેક્ચર છતાં રમવા ઊતર્યો નીલ વેગનર: બે વિકેટ ઝડપી

પાકિસ્તાન વિરૂદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં બેટિંગ દરમિયાન બોલ લાગવાથી ન્યૂઝીલેન્ડના બોલર નીલ વેગનરના પગમાં ફ્રેક્ચર થયું હતું. તેમ છતાં તે બોલિંગ કરવા ઉતર્યો અને ટીમને મોટી સફળતા અપાવતા પાકિસ્તાનની મહત્વની ૨ વિકેટ ઝડપી મહેમાન ટીમની મુશ્કેલી વધારી દીધી હતી.

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે માઉન્ટ માઉંગાનુઇમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચ દરમિયાન યજમાન ટીમના ફાસ્ટ બોલર નીલ વેગનર ઈજાગ્રસ્ત થયો હતો. રવિવારે ૨૭ ડિસેમ્બરે મેચના બીજા દિવસે ન્યૂઝીલેન્ડની ઈનિંગ દરમિયાન વેગનર બેટિંગ કરી રહૃાો હતો. આ દરમિયાન પાકિસ્તાની બોલર શાહાની શાહ અફરીદીના એક યોર્કર તેના જમણા પગના પંજામાં લાગ્યો, જેના કારણે ફ્રેક્ચર થઈ ગયું હતું. જેના કારણે વેગનર પાકિસ્તાની ઈનિંગની શરૂઆતમાં મેદાન પર ઉતરી શક્યો ન હતો. જો કે દિવસના અંતમાં થોડા દિવસ માટે તે મેદાનમાં આવ્યો અને ૩ ઓવર પણ નાંખી. જે બાદ તેના પગનું સ્કેન કરાવવામાં આવ્યું જેમાં ફ્રેક્ચર થયું હોવાની વાત સામે આવ્યું. જો કે ઈજા વધુ ગંભીર ન હોવાને કારણે ડોકટર્સે વેગનરને રમવાની મંજૂરી આપી હતી. મેચના ત્રીજા દિવસે સોમવારે વેગનરે લંચ પછી સેશનમાં ફ્રેક્ચર છતાં વધુ ૧૮ ઓવર કરાવવામાં આવી. આ સમયે વેગનરનો ઉત્સાહ અને દિલેરીનું ઉદાહરણ રજૂ કરતા પગના પંજામાં ફ્રેક્ચર હોવા છતાં પાકિસ્તાનની ૨ વિકેટ પણ લીધી હતી.