પતિને યાદ કરતાં નીતૂ કપૂરે ૨૦૨૦ને ગણાવ્યું ’રોલર કોસ્ટર’, બાળકોનો માન્યો આભાર

૨૦૨૦નું વર્ષ ક્યારે પૂરું થશે તેની સૌ કોઈ આતુરતાથી જોઈ રહૃાું છે, કારણ કે આ વર્ષ દરેક માટે મુશ્કેલીભર્યું રહૃાું. ૨૦૨૧ની શરૂઆતને આડે હવે માત્ર ત્રણ દિવસની જ વાર છે ત્યારે નીતૂ કપૂરે સોશિયલ મીડિયા પર ચાલુ વર્ષ દરમિયાન આવેલા ઉતાર-ચડાવ વિશે વાત કરી છે. તેમણે આ સાથે ન માત્ર પોતાના દિવંગત પતિ ઋષિ કપૂરને યાદ કર્યા, પરંતુ હંમેશા સપોર્ટ સિસ્ટમ બનીને પડખે ઉભા રહેનારા દીકરા રણબીર અને દીકરી રિદ્ધિમા માટે પ્રેમથી ભરપૂર નોટ પણ લખી છે.
તેમણે પતિ સાથેની એક તસવીર શેર કરી છે. જેમાં બંને કેમેરા સામે જોઈને પોઝ આપી રહૃાા છે. બંનેના ચહેરા પર સ્મિત જોવા મળી રહૃાું છે. આ તસવીરની સાથે તેમણે લખ્યું છે કે, ’૨૦૨૦નું વર્ષ રોલર કોસ્ટર જેવું રહૃાું. જ્યારે તમે છોડીને ગયા ત્યારે લાગ્યું કે કોઈ હરણ પકડાઈ ગયું છે અને ક્યા જવું તેની તેને ખબર નથી. કારણ કે તેણે મને આગળ વિચારવાનો સમય આપ્યો. ત્યારબાદ કોરોના આવી ગયો. મારા ક્યૂટી વગર હું આમાથી પસાર થઈ શકત નહીં. હંમેશા સંભાળ રાખવા માટે આભાર રણબીર અને રિદ્ધિમા ઈંદ્ઘેખ્તદ્ઘેખ્તખ્તદ્ઘીીર્અ’. નીતૂ કપૂરની આ પોસ્ટ પર રિદ્ધિમાએ હાર્ટ ઈમોજી મૂકી છે.