પતિ સૈફ સાથેના ઝઘડા અંગે કરીના કપૂરે કર્યો મોટો ખુલાસો

બોલીવુડના આદર્શ કપલ્સમાં ગણાતા સૈફ અલી ખાન અને કરીના કપૂર આ દિવસોમાં તેમના નાના મહેમાનને આવકારવાની તૈયારી કરી રહૃાા છે. આ દરમિયાન કરીના કપૂર સોશિયલ મીડિયાથી લઈને તેના કામને લઇને એક્ટિવ રહે છે. કરિના તેના ચેટ શો વોટ વુમેન વોન્ટ પર ઘણાં રસપ્રદ સેલિબ્રિટી મહેમાનોને બોલાવવાના કારણે ચર્ચામાં રહી છે. તાજેતરમાં એક જ શોમાં કરીનાએ સૈફ અલી ખાન સાથેના તેના સંબંધ વિશે કંઇક ખુલાસો કર્યો હતો, જેના કારણે તે ચર્ચામાં આવી છે. આ ખુલાસો સૈફ અને તેના ઝઘડા વિશે છે.
ખરેખર, તાજેતરમાં જ કરીના કપૂરે કુનાલ ખેમુને તેના ચેટ શો વોટ વુમન વોન્ટ પર બોલાવ્યો હતો.ત્યારે કૃણાલે આ વાતચીત દરમિયાન ઘણી રસપ્રદ વાતો શેર કરી હતી. આ સાથે જ તેણે કરીનાને એમ પણ કહૃાું કે જ્યારે સોહા સાથે તેમનો ઝઘડો થાય છે, ત્યારે બન્નેમાંથી સોરી પહેલા કોણ કહે છે તેણે કહૃાું કે તે પહેલા માફી માંગે છે. કૃણાલ કહે છે કે સોહાની ડિક્શનરીમાં સોરી તો છે પરંતુ તે પાનુ ફાટીને કોઇ ખોટી જગ્યાએ લાગી ગયું છે. તે કહે છે કે તે મળતું નથી. ક્યારેક મળે છે તો એવું લાગે છે કે માઇન્ડબ્લોઇંગ વસ્તુ થઇ ગઇ છે.
આ સાથે જ કરીનાએ કૃણાલની ??આ વાતો સાંભળીને વાત પણ કરી હતી કે સૈફ પણ પહેલા માફી માંગે છે. તેણે કહૃાું- ‘મને લાગે છે કે સૈફ પણ સોરી કહે છે. તેઓ હંમેશાં સોરી બોલે છે. મને લાગે છે કે પુરુષો સામાન્ય રીતે આ કરે છે પ કદૃાચ, તે તે છે જે હંમેશા ભૂલો કરે છે. તેથી સોરી કહી દૃો નહીંતર સૂઇ નહીં શકો.