પત્નીએ છુટાછેડા આપ્યા બાદ પણ બળાત્કાર કરનાર અમરેલીના શખ્સને પોલીસે ઝડપી લીધો

અમરેલી,
અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહએ અમરેલી જીલ્લામા બનતા દુષ્કર્મ ગુન્હાઓમા આરોપીઓને શોધી કાઢવા સારૂ જરૂરી સુચનો આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારીના માર્ગદર્શન હેઠળ શ્રી આઇ.જે.ગીડા પોલીસ ઇન્સપેક્ટર અમરેલી સીટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે.એે.પાર્ટ ગુ.ર.નં.11193003230023/2023 ઇ.પી.કો.ક.376,376(2) વિ. મુજબનો ગુન્હો તા.17/01/2023 ના રોજ રજી.થયેલ હોય આ કામના ફરી.સાથે નીકાહ કરવા માટે પીછો કરી પોતાની પત્ની તરીકે સાથે નહી રાખી ફરી.એ છુટાછેડા આપતા આ કામે આરોપીએ ફરી.ને રસ્તામા આડા પડી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી છુટાછેડા બાદ પણ ફરી.ની મરજી વિરૂધ્ધ અવાર-નવાર બળાત્કાર કરેલ હોય અને પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતો ફરતો હોય.જે અન્વયે આજરોજ આરોપી હુસેન અબુભાઇ કાલવા ઉ.વ.30 ધંધો.ડ્રાઇવીંગ રહે. અમરેલી, બહારપરા, સંતોષીમાતાનામંદીર પાસેતાજી. અમરેલીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.