પદયાત્રી સ્વામી શ્રી આત્મારામજી મહારાજ ચલાલા ગાયત્રી સંસ્કાર કેન્દ્રમાં શ્રી રતીદાદાના મહેમાન બન્યાં

  • સ્વામીશ્રી ભક્તિસાધના કરવા એક મહિનો ચલાલા રોકાણ કરશે

ચલાલા,
ભારતના પદયાત્રી સ્વામી તરીકે ખૂબ જાણીતા સ્વામી આત્મારામજી મહારાજ ચલાલાના યુગ નિમાર્ણ ગાયત્રી સંસ્કાર પરિવાર રતીદાદા મહેતાના આંગણે.અમરેલીના ચલાલા ખાતે આવેલા યુગ નિર્માણ ગાયત્રી સંસ્કાર પરિવાર રતીદાદા મહેતાના આંગણે ભારતભરમાં પદયાત્રી સ્વામી તરીકે ખૂબ જાણીતા સ્વામી આત્મારામજી મહારાજ પધાર્યા છે. એકાંતવાસમાં ભક્તિ સાધના કરવા એક મહિનો સ્વામી આત્મારામ મહારાજ ગાયત્રી સંસ્કાર ધામ ખાતે રોકાણ કરશે. સ્વામી આત્મારામજી મહારાજ ની હાલ 81 વર્ષની ઉંમરે પહોંચ્યા છે છતાં તેમનો પ્રવાસ અત્યારે આ 81 વર્ષની ઉંમરે પણ પગે ચાલીને જ જાય છે. સ્વામી આત્મારામજી મહારાજ તેમની 75 વર્ષની ઉંમર સુધીમાં વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ અર્થે પગે ચાલીને પદયાત્રા જ કરીને 11 વર્ષમાં 12 જ્યોતિર્લિંગ સાથે ચાર ધામ યાત્રા સતત 5 વાર કરી છે. જેમની ઇતિહાસની તવારીખમાં નોંધ પણ લેવામાં આવી છે ઉપરાંત સૌથી કઠિન સંપૂર્ણ નર્મદા પરિક્રમાં પણ ચાલીને સ્વામી આત્મારામજી મહારાજે પુરી કરી છે. તેઓ 75 માં વર્ષે પહોંચ્યા ત્યારે છેલ્લા 11 વર્ષમાં 75 હજાર કિ. મી. જેટલો પ્રવાસ ચાલીને પૂર્ણ કર્યો હતો. સ્વામી આત્મારામજી મહારાજે એક વર્ષમાં 1 હજાર કિ. મી. નો પ્રવાસ કર્યો હતો. અત્યારે સ્વામીજીને 81 મુ વર્ષ ચાલે છે છતાં 17 ઓગસ્ટ 2020 સુધીમાં સ્વામી આત્મારામજી મહારાજે 81065 કિ. મી.ની પદયાત્રા કરી અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સ્વામી આત્મારામજી મહારાજે વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ અર્થે વિશ્વના 45 દેશોમાં પણ પ્રવાસ ખેડયો છે. આવા પ્રખર જ્ઞાની સ્વામી આત્મારામજી મહારાજ અમરેલીના ચલાલા ખાતે યુગ નિર્માણ ગાયત્રી સંસ્કાર પરિવાર સંસ્થા ખાતે પધાર્યા ત્યારે રતીદાદા મહેતાએ સ્વામી આત્મારામજી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને રતીદાદા મહેતાએ ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરીને સ્વામી આત્મારામજી મહંત રતીદાદા મહેતાએ ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરીને સ્વામી આત્મારામજી મહારાજનો આભાર માન્યો હતો કે એકાંતવાસમાં શાંતિ સાધના માટે યુગ નિર્માણ ગાયત્રી સંસ્કાર પરિવાર સંસ્થાની સ્વામી આત્મારામજી મહારાજ દ્વારા પસંદગી કરવામાં આવી.