પદ્મ એવોર્ડ માટે જમીન પર કામ કરનારાઓના નામ મોકલો: મોદી

પીએમ મોદીએ પદ્મ એવોર્ડ માટે ભારતના લોકોને અપીલ કરી છે. પીએમ મોદીએ કહૃાુ છે કે, એવા લોકોને પદ્મ એવોર્ડ માટે નોમિનેટ કરો જે ખરેખર અસાધારણ કામ કરી રહૃાા હોય.આ માટે પીએમ મોદીએ એક ટ્વિટ કર્યુ હતુ કે, ભારતમાં ગ્રાઉન્ડ લેવલે  બહુ સારુ કામ કરનારા લોકો છે પણ તેમના માટે બહુ ઓછા લોકોને ખબર છે.

પીએમ મોદીએ સાથે સાથે પદ્મ એવોર્ડ માટેની વેબસાઈટની લિક્ધ પણ શેર કરતા કહૃાુ હતુ કે, આવા લોકો અંગે આપણને વધારે જાણવા મળતુ નથી પણ તમે જો આવા લોકોને અને તેમના સમાજ માટેના કામને જાણતા હોય તો તમે તેમને પદ્મ પુરસ્કાર માટે નોમિનેટ કરી શકો છે.આ માટે ૧૫ સપ્ટેમ્બર સુધીનો સમય રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પદ્મ પુરસ્કારના ભારુપે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી પુરસ્કાર આપવામાં આવે છે.જે દેશનુ સર્વોચ્ચ નાગરિક સન્માન છે. મોદી સરકાર સત્તા પર આવી તે પછી સમાજમાં સારુ કામ કરતા પણ ગૂમનામ રહેતા લોકોને આ પુરસ્કાર મળે તે માટે લોકો પાસેથી નોમિનેશન મેળવવાનુ શરુ કરાયુ છે.જેના આધારે જ આ એવોર્ડ મેળવનારાઓના નામની જાહેરાત કરવામાં આવે છે.