પરિણિતી ચોપડાની ફિલ્મ ધ ગર્લ ધ ટ્રેન નેટલિક્સ પર રિલીઝ

  • હું ક્યારેય ડેટ પર ગઇ નથી: પરિણિતી

 

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપડા હાલમાં તેની ફિલ્મ ‘ધ ગર્લ ધ ટ્રેન ને કારણે ભારે ચર્ચામાં આવી છે. આ ફિલ્મ નેટલિક્સ પર રિલીઝ થઈ છે. હાલમાં જ પરિણીતી ચોપડાએ તેના અંગત જીવન વિશે એક વિચિત્ર ખુલાસો કર્યો છે, જેના લીધે તે ફરીવાર ચર્ચાનો વિષય બની છે. હવે પરિણીતી ચોપડાનો એક વીડિયો નેટલિક્સના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી શેર કરવામાં આવ્યો છે, જેમાં તેણે ડુ યુ રિમેમ્બર ચેલેન્જ વિશે વાત કરતી વખતે તેમના અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક બાબતો પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયોમાં પરિણીતી કહે છે કે તે ક્યારેય ડેટ પર ગઈ નથી.

વીડિયોમાં પરિણીતી ચોપડાને પૂછવામાં આવ્યું છે કે તેણે છેલ્લો મેસેજ કોને કર્યો હતો, આનો જવાબ આપતાં અભિનેત્રી કહે છે કે મેં મારી મેનેજર નેહાને મેસેજ કર્યો હતો. વીડિયોમાં પરિણીતી કહે છે કે ૧૮ વર્ષની ઉંમરે તેણે પહેલી વાર કિસ કરી હતી. પોતાની પહેલી ડેટ વિશે જણાવતાં અભિનેત્રી કહે છે કે, હું ક્યારેય ડેટ પર ગઈ નથી. અમે ઘરે મળતા. એક સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતાં હતા. મૂવીઝ જોવા, ખાવાનું મંગાવવાનું અને પછી એક સાથે જમતાં. વળી પરિણીતી વીડિયોમાં કહે છે કે સૈફ અલી ખાન તેનો ક્રશ છે.

ઉલ્લેખનીય છે કે પરિણીતી ચોપડાએ આ ફિલ્મથી ડિજીટલ એન્ટ્રી કરી છે. એટલું જ નહીં, ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહૃાો છે. ચોપરા ઉપરાંત અદિતિ રાવ હૈદરી, કીર્તિ કુલ્હારી અને અવિનાશ તિવારી જેવા સ્ટાર્સ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન રિભુ દાસગુપ્તાએ કર્યું છે. આ ફિલ્મ ૨૦૧૬ની હોલિવૂડ ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેનની રિમેક છે.