પરિવારોને તોડી નાખે છે વ્યભિચાર, આ પ્રકારનાં કેસને ગંભીરતાથી લેવા જોઈએ : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કહૃાું હતું કે વ્યભિચાર એક દૃુ:ખ પેદા કરે છે જેના કારણે પરિવારો અલગ પડી જાય છે. આ સંબંધિત કેસની સુનાવણીમાં સુપ્રીમે કહૃાું હતું કે આ પ્રકારનાં કેસને ગંભીરતાથી લેવા જોઈએ. તેની અવગણના ન કરવી જોઈએ. જસ્ટિસ કે એમ જોસેફની અધ્યક્ષતામાં એક બેન્ચે મૌખિક રૂપે કહૃાું હતું કે,’’તમે વકીલો પણ એ દૃુ:ખ અને ઘેરા દર્દૃથી પરિચિત છો જે વ્યાભિચારનાં કારણે એક પરિવારમાં પેદા થઇ શકે છે. અમે હાઈકોર્ટનાં ન્યાયાધીશોનાં રૂપે અનેક સેશન્સ આયોજિત કર્યા છે જેમાં અમે જોયું છે કે કેવી રીતે વ્યભિચારનાં કારણે પરિવારો તૂટતાં હોય છે. અમે આ બાબતને અમારા સુધી સીમિત રાખવાનું વિચાર્યું પરંતુ તમને એટલા માટે જણાવી રહૃાા છીએ કે તમે એની અવગણનાં ન કરો. જો તમારી પાસે અનુભવ હશે તો તમે જાણતા જ હશો કે વ્યાભિચારનાં કારણે પરિવારોમાં શું શું થઇ શકે છે. આ બેન્ચમાં જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરુદ્ધ બોસ, જસ્ટિસ ઋષિકેશ રોય, જસ્ટિસ સી.ટી. રવિકુમાર દ્વારા જસ્ટિસ કે એમ જોસેફની આ વાતને સમર્થન આપી આગળ વધારવામાં આવી હતી. આ અવલોકન દ્વારા કેન્દ્ર દ્વારા નોંધાવવામાં આવેલ એક આવેદનના ભાગરૂપે સામે આવ્યું હતું. જેમાં ૨૦૧૮ નાં એક કેસમાં ઇન્ડિયન પીનલ કોડ મુજબવ્યભિચારને ગુનાની શ્રેણીમાં રાખવામાં આવતા સ્પ્ષ્ટીકરણ માંગવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે સશસ્ત્ર દળો પર આ કાયદૃો લાગુ ન કરવો જોઈએ. કોર્ટે ૧૩ જાન્યુઆરી ૨૦૨૧ની નોટિસ જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે સપ્ટેમ્બર ૨૦૧૮માં જોસેફ શાઇન વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં ૈંઁઝ્ર ની કલમ ૪૯૭ ને રદ્દ કરી દીધી હતી. આજની સુનાવણી દરમિયાન જસ્ટિસ જોસેફે એક દર્દૃનાક ઘટનાને પણ યાદૃ કરી હતી જે દિલ તોડી નાખે એવી દૃુ:ખદ ઘટના ગણાવવામાં આવી હતી. જસ્ટિસ જોસેફે એ ઘટનાને યાદ કરતા કહૃાું હતું કે બે બાળકોની માતાએ વ્યભિચાર કર્યો હતો, તેણે હેબિયસ કોર્પસની માંગ કરી હતી કારણ કે તે બાળકો સાથે વાત કરવા માંગતી હતી અને તેના બે બાળકો ૧૩ અને ૧૧ વર્ષના હતા. તેમણે પોતાની માતા સાથે વાત કરવાની ના પડી દીધી હતી. જજ સાહેબે કહૃાું હતું કે, ’’મેં મારા લેવલે તમામ પ્રયાસો કર્યા પરંતુ આ ઘટનાએ ખરેખર મારુ દિલ તોડી નાખ્યું હતું, આ જે પ્રકારની ઘૃણા અને દ્વેષ જગાડે છે એ તમામ વ્યભિચારના કારણે ઉદ્દભવે છે.