પરેડમાં રાફેલ પ્રથમ વખત ભાગ લેશે: મહિલા પ્રથમવાર ફાઈટર પ્લેન ઉડાવશે

રાજધાની દિલ્હીમાં યોજાનાર રિપબ્લિક ડેની પરેડ આ વખતે ઐતિહાસિક હશે. ભારતીય વાયુસેનાની ઝાંકીમાં મહિલા સશક્તિકરણનો સંદેશ આપવામાં આવશે, કારણ કે પ્રથમ વખત કોઈ મહિલા ફાઈટર પાયલોટ તેમાં ભાગ લેશે.

આ ગૌરવ પ્રાપ્ત કરનારી લાઈટ લેટિનેન્ટ ભાવના કાંત દેશની પ્રથમ મહિલા ફાઈટર પાયલોટોમાંથી એક છે. એરફોર્સની ઝાંકીમાં ફાઈટર વિમાન, ફાઈટર હેલિકૉપ્ટર અને સુખોરી ફાઈટર વિમાન સામેલ થશે. હાલ ભાવના રાજસ્થાનના એક એરબેઝ પર તૈનાત છે. જ્યાં તે મિગ-૨૧ ફાઈટર વિમાન ઉડાવે છે.

આ અંગે ભાવનાના પિતા તેજ નારાયણે જણાવ્યું કે, મને મારી પુત્રી પર ગર્વ છે. દીકરીઓને નજરઅંદાજ ના કરવી જોઈએ. તેમને તક આપવામાં આવે, તો તે ચોક્કસ મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે.

ભાવના મૂળ બિહારના દરભંગા જિલ્લાની રહેવાસી છે. ભાવના કાંત ૨૦૧૬માં ફાઈટર પાયલોટ તરીકે એરફોર્સમાં સામેલ થઈ હતી. વર્ષ ૨૦૨૦માં રાષ્ટ્રપતિ રામનાથ કોિંવદે ભાવનાને  નારી શક્તિ પુરસ્કારથી સમ્માનિક કરી હતી. ભાવનાએ જણાવ્યું કે, હું નાનપણથી ટીવી પર રિપબ્લિક ડેની પરેડ જોતી આવી છું અને હવે તેનો ભાગ બનવું મારા માટે સમ્માનની વાત છે.

એરફોર્સના જણાવ્યા મુજબ, ફાઈટર જેટ રાફેલ પણ પ્રજાસત્તાક પર્વ પર પરેડમાં સામેલ થશે. રાફેલના  ચાર્લી ફૉર્મેશન” ઉડાન ભરવા સાથે લાઈપાસ્ટનું સમાપન થશે. આ દરમિયાન રાફેલ ઓછી ઊંચાઈ પર ઉડાન ભર્યા બાદ ઉપર જશે અને આકાશમાં કરતબ બતાવીને એક ચોક્કસ ઊંચાઈ પર સ્થિર થઈ જશે.