પર્યાવરણ ની પાઠશાળા શ્રી જીતુભાઇ તળાવીયા ની આત્મહત્યાથી સન્નાટો

ગ્રીન એમ્બેસેડર અને ગુજરાતના પ્રથમ પંક્તિના પર્યાવરણવિદ શ્રી જીતેન્દ્રભાઈ તળાવીયા એ કોઈ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા તેમનું અંતરંગ મિત્ર મંડળ અને લાખો ચાહકો શુભેચ્છકો સ્તબ્ધ થઇ ગયા છે.
તેમની ઓફિસે આજે સવારે તે ગળાફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યા હતા તમને ગળાફાંસો ખાધો છે કે કેમ અને શું કામ ખાધો છે તેની કોઈ કડી પ્રાથમિક તબક્કે મળતી નથી પણ તેમને આ પગલાથી ખળભળાટ મચી ગયો છે.
અનેક લોકોને જીવનનો રાહ દેખાડનાર અને ભાજપના પાયાના પથ્થર તથા અમરેલી જિલ્લાના ઝાડવે ઝાડવા ના જાણકાર અને પ્રકૃતિના પરમ ઉપાસક જીતુભાઈ તળાવીયા ની અણધારી વિદાયથી સન્નાટો છવાઇ ગયો છે.
તેમના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં તેમના શુભેચ્છકો વિવિધ આગેવાનો હોસ્પિટલ દોડી ગયા છે.